...તો આ મજૂર નેતા પાસે છે 7 કરોડનું મકાન

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

કલકત્તા, 25 એપ્રિલ: જાણીતી મજૂર નેતા સુભાષિની અલીની ખ્યાતિ ત્યારે વધી ગઇ જ્યારે તેમની સંપત્તિનો ખુલાસો થયો. આ ખુલાસો તેમના દિલ્હીમાં સ્થિત મકાનની કિંમતનો છે. તેમની પાસે નવી દિલ્હીમાં એક પૈતૃક મકાન છે જેની બજાર કિંમત 7 કરોડ રૂપિયા છે.

પશ્વિમ બંગાળના બૈરકપુર મત વિસ્તારથી માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી માકપાની ઉમેદવાર સુભાષિની અલીએ 7 કરોડ રૂપિયાની પૈતૃક સંપત્તિ સહિત 7.8 કરોડની સંપત્તિ દર્શાવી છે. ચૂંટણી પંચને સોંપવામાં આવેલા પોતાના શપથ પત્રમાં અલીએ 2012-13માં પોતાની વાર્ષિક આવક 12.67 લાખ રૂપિયા દર્શાવી છે અને કહ્યું છે કે તેમની પાસે 29.74 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે.

તેમની જંગમ સંપત્તિમાં બેંકમાં જમા 20 લાખ રૂપિયા, 6 લાખના ઘરેણા અને 3 લાખમાં ખરીદવામાં આવેલી એસયુવી છે. આ સાથે અચલ સંપત્તિમાં દિલ્હીમાં પોતે ખરીદેલી બિન કૃષિ જમીન હાલની કિંમત 30 લાખ રૂપિયા અને કાનપુરમાં એક મકાન જેની વર્તમાન કિંમત 25 લાખ રૂપિયા છે.

subhasini-ali-cpim-barrackpore-west-bengal-3

આઝાદ હિંદ ફૌજમાં નેતાજી સુભાષ ચંદ્ર બોસના નજીકના સહયોગી કર્નલ પ્રેમ સહગલ અને કેપ્ટન લક્ષ્મી સહગલની પુત્રી સુભાષિની અંગ્રેજીમાં ગ્રેજ્યુએટ છે અને તેમના વિરૂદ્ધ કોઇ કેસ નથી.

પોતાના શપથ પત્રમાં સુભાષિની અલીએ સ્પષ્ટ કર્યું છે કે 'પરસ્પર મતભેદ'ના લીધે તે પોતાના પતિથી છેલ્લા 14-15 વર્ષોથી અલગ રહે છે, એટલા માટે તે એ કહેવામાં અસમર્થ છે કે તેમના પતિ અત્યારે ક્યાં અને શું કરી રહ્યાં છે. જો કે મજૂર નેતા તરીકે તેમની ખ્યાતિ હંમેશાથી રહી છે.

English summary
Subhasini Ali has 7.8 crore asset mentioned in nomination form as she is known as Labor-Leader.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X