For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાસ્ત્રીય સંગીતના પિતામહ તરીકે જાણીતા પં. રવિશંકરનું અવસાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

pandit-ravishankar
નવી દિલ્હી, 12 ડિસેમ્બર: ભારતીય શાસ્ત્રીય વાદ્ય સંગીતનો દુનિયાભરમાં ડંકો વગાડનાર પંડિત રવિશંકરના જીવન તાર તૂટી ગયો છે. જાણીતા સિતારવાદક પંડિત રવિશંકરનું આજે 92 વર્ષની વર્ષની ઉંમરે નિધન થયું છે. અમેરિકાના સેન ડિયોગોમાં સવારે છ વાગે તેમનું મોત નિપજ્યું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા.

તેમની બિમારીના સમાચાર અમિતાભ બચ્ચને આપ્યા હતા અને તેમને કહ્યું હતું કે સિતાર વાદક પંડિત રવિશંકર માટે કેલિફોર્નિયામાં છે. 7 એપ્રિલ 1920ના રોજ બનારસમાં જન્મેલા પંડિત રવિશંકરે નૃત્યના માધ્યમથી કલા જગતની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

પંડિત રવિશંકરે 1954માં ભારતથી બહાર પોતાનો પ્રથમ સ્ટેજ શો સોવિયત યૂનિયનમાં કર્યો હતો. 1960માં બીટલ્સના જાદૂગર જોર્જ હૈરીસન સાથે તેમને જુગલબંધી બનાવી હતી. પાશ્વત્ય વાદ્યસંગીત અને ભારતીય વાદ્યસંગીત વચ્ચે પુલની જેમ કામ કરનાર પંડિત રવિશંકરે કેટલીક ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે જેમાં સત્યજીત રે ની જાણીતી અપૂ ત્રયી અને ગુલજારની મીરાનો સમાવેશ થાય છે.

7 એપ્રિલ 1929ના રોજ બનારસમાં જન્મેલા પંડિત રવિશંકરે નૃત્યના માધ્યમ કલા જગતમાં પ્રવેશ કર્યો. તે પોતાના મોટા ભાઇ ઉદયશંકરની જેમ નૃત્યકળામાં શિખરો સર કરવા માંગતા હતા પરંતુ ભગવાનને કંઇક બીજું જ પસંદ હતું, અઢાર વર્ષની ઉંમરે પંડિત રવિશંકરે નૃત્ય છોડીને સિતાર શિખવાનું શરૂ કરી દિધું. પંડિત રવિશંકરે ભારતીય શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં પાસેથી મેળવ્યું હતું. તેમને ભારતમાં જ નહી પરંતુ વિશ્વભરમાં ખ્યાતિ મેળવી હતી.

પંડિત રવિશંકરે સંગીતના શિખરો સર કર્યા પરંતુ પારિવારિક રીતે ટુકડામાં વહેંચાય ગયા. તેમને બે લગ્ન કર્યા હતા. પહેલાં લગ્ન ગુરૂ અલાઉદ્દીન ખાનની પુત્રી અન્નપૂર્ણા સાથે થયા હતા ત્યારબાદ તેમને છૂટાછેડા આપી દિધા હતા, અને ત્યારબાદ તેમને બીજા લગ્ન સુકન્યા સાથે કર્યા હતા. સુકન્યાથી તેમને એક સંતાનની પ્રાપ્તિ થઇ હતી.

આ ઉપરાંત તેમના સંબંધ એક અમેરિકન મહિલા સૂ જોન્સ સાથે પણ હતા, સૂ જોન્સે એક પુત્રીને પણ જન્મ આપ્યો હતો જેનું નામ નોરા જોન્સ છે. જો કે તેમણે સૂ જોન્સ સાથે લગ્ન કર્યા ન હતા. આજે પંડિત રવિશંકરની બંને પુત્રીઓ અનુષ્કા શંકર અને નોરા જોન્સ સંગીતની વિરાસતમાં આગળ વધી રહી છે.

પંડિત રવિશંકરને 1999માં ભારતરત્નના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા, આ ઉપરાંત તેમને મૈગસૈસ, તીન ગ્રૈમી એવોર્ડ સહિત દેશ-વિદેશના જાણીતા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યાં છે. 1986 થી 1992 દરમિયાન તે રાજ્યસભાના સભ્ય રહ્યાં છે.

English summary
Sitar maestro Pandit Ravi Shankar, who is credited with popularising Indian classical music far beyond its borders, has passed away in a San Diego hospital at the age of 92.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X