For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં પાક. માટે જાસૂસી કરતા શ્રીલંકાઇ નાગરિકની ધરપકડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર: નેશનલ ઇંવેસ્ટિગેશન એજન્સી(એનઆઇએ)ને મોટી સફળતા હાથ લાગી જ્યારે તેમણે બુધવારે ચેન્નઇથી શ્રીલંકાના રહેનારા એક શખ્શની ધરપકડ કરી છે જે પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો.

ચેન્નઇથી ધરપકડ કરવામાં આવેલ આ શખ્શ અરૂણ સેલ્વારાજન છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન માટે જાસૂસી કરી રહ્યો હતો. સેલ્વારાજનનું નામ હૈદરાબાદના થમીમ અંસારી સાથેના કેસમાં પણ જોડાયેલું છે, જેની પર પાકિસ્તાનની મદદથી જાસૂસી કરવાનો આરોપ છે. તપાસ એજન્સીની માનીએ તો સેલ્વારાજનની વિરુદ્ધ શ્રીલંકામાં પણ ઘણા ક્રિમિનલ રેકોર્ડ છે.

એનઆઇએ અનુસાર, 'અરૂણ સેલ્વારાજનની પાસેથી શ્રીલંકા અને ભારતના બે પાસપોર્ટ પણ મળી આવ્યા છે. ધરપકડ કરવામાં આવેલ જાસૂસ ઇવેંટ મેનેજમેન્ટની આડમાં ભારત સાથે સંકળાયેલ મહત્વની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો.'

spy
તપાસમાં લાગેલા અધિકારીઓનું કહેવું છે કે સેલ્વારાજનની પાસે મળેલું લેપટોપમાં ઘણા મેઇલ પણ છે, જેમાંથી માલૂમ પડે છે કે પાકિસ્તાની હેંડલર્સ સાથે શું-શું વાત થઇ છે. બે પાસપોર્ટ, લેપટોપ ઉપરાંત તેની પાસેથી 3 મોબાઇલ ફોન પણ કબજે લેવામાં આવ્યા છે.

એનઆઇએના જણાવ્યા અનુસાર શખ્શ પાસે પૂછતાછ બાદ આવતા 2-3 દિવસમાં અન્ય ઘણા મહત્વના પૂરાવા મળી શકે છે. એનઆઇએ અનુસાર, તેની વિરુદ્ધ શ્રીલંકામાં ક્રિમિનલ કેસ પેંડિંગ પડ્યા છે અને તેની વિરુદ્ધ લુકઆઉટ સર્કુલર જારી કર્યું છે. પોલીસે જણાવ્યું કે કોલંબો સ્થિત પાકિસ્તાન ઉચ્ચાયોગનો એક અધિકારી તેનો બોસ છે અને તેને નાણા પૂરા પાડતો હતો.

અરૂણ વર્ષ 2011માં ભારત આવ્યો હતો અને અને તેણે એક ઇવેંટમાં મેનેજમેંટ કંપની ખોલી અને સમારંભ અને કાર્યક્રમોનું આયોજન શરૂ કરી કરી દીધું, તે કાર્યક્રમ આયોજિત કરવાના નામ પર તટરક્ષક બળ અને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી જેવા મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોમાં પણ ગયો.

English summary
Sri Lankan arrested on the charge of spying for Pakistan from Chennai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X