For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં વિસ્ફોટના કાવતરાની વચ્ચે લશ્કરના આતંકવાદીની ધરપકડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 જુલાઇ: દિલ્હી પોલીસે સરાય કાલે ખાન બસ સ્ટેંડથી લશ્કરના એક કથિત આતંકવાદીની ધરપકડ કરી છે. આરોપ છે કે દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં વિસ્ફોટ કરવાની ફિરાકમાં હતા. પૂછપરછમાં સ્પેશિયલ સેલને જણાવ્યું કે તેને રાજસ્થઆન, હરિયાણા અને બિહારના યંગ યુવકોની ભરતી કરવાની જવાબદારી સોંપી હતી. સાથે જ તેને બ્રેનવોશિંગની જવાબદારી પણ સોંપાઇ હતી.

એક સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે પકડવામાં આવેલ આતંકવાદી મેવાત, હરિયાણાના ગુમટ બિહારી ગામનો છે. તેનું નામ અબ્દુલ સુભાન કુરૈશી છે. આ પહેલા મેવાતથી મોહમ્મદ શાહિદ અને કારી રશીન નામના બે શખ્સ પકડાઇ ચૂક્યા છે. તેમણે જ પૂછપરછમાં અબ્દુલ સુભાનના નામથી ખુલાશો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર એ જ બે શખ્સોએ જણાવ્યું કે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબામાં ભર્તી માટે સુભાન યુવકોને તૈયાર કરતો હતો. ત્યારથી સુભાન દિલ્હી પોલીસના રડાર પર હતો અને તેની શોધખોળ કરવામાં આવી રહી હતી.

lashkar
તમામ કડીયો જોડ્યા બાદ પોલીસ સૂત્રોએ જણાવ્યું કે વર્ષ 2013માં લશ્કરના પાકિસ્તાની આતંકી રાજસ્થાન અને હરિયાણાના કેટલાંક ફોન નંબર્સ દ્વારા સંપર્કમાં હતા. તેમનો ઇરાદો દિલ્હી સહિત દેશના અલગ-અલગ ભાગોમાં વિસ્ફોટ કરાવવાનો હતો. આ જ ફોન નંબર્સને ટ્રેક કરીને ખબર પડી કે તેમાંથી એક વ્યક્તિ હંમેશા દિલ્હી આવે છે.

શોધખોળમાં લાગેલી દિલ્હી પોલીસના હાથે આખરે સુભાન (42) લાગી ગયો. પૂછપરછમાં દિલ્હી પોલીસ અને સેંટ્ર્લ સિક્યોરિટી એજન્સીને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસને માલૂમ પડ્યુ છે કે લશ્કર દિલ્હી અને દેશના ઘણા ભાગોમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ફિરાકમાં હતા. સૂત્રોએ એવું પણ જણાવ્યું કે સુભાન પાકિસ્તાની આતંકી જાવેદ બલૂચીના સંપર્કમાં પણ હતો અને તે મુઝફ્ફરનગર રમખાણો બાદ યુવકોનું બ્રેનવોશિંગ કરવામાં સામેલ રહ્યો છે.

English summary
Delhi Police had on Monday arrested a top operative of Lashker-e-Taiba who was allegedly involved in indoctrination and recruitment of youths and planning and execution of terror strikes across the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X