For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2 વડાપ્રધાન જેમનું લાલ કિલ્લા સુધી પહોંચવાનું સપનું રહ્યું અધુરૂ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના તે દાવાને સાચો સાબિત કરીને બતાવવાઅના છે જેમાં તેમણે દાવો કર્યો હતો કે તે વર્ષ 2014માં લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવવામાં આવશે.

તે સમયે તેમના આ સપના અને દાવાને લોકોએ હસીને ટાળી દિધો હતો. ત્યારે દેશના બે વડાપ્રધાન એવા છે જે વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચ્યા પરંતુ લાલ કિલ્લા સુધી પહોંચીને ત્યાંથી તિરંગ ફરકાવવાનું સપનું અધુરૂ રહી ગયું.

ગુલઝારી લાલ નંદા અને ચંદ્રશેખર, બંનેને વડાપ્રધાન બન્યા પછી ક્યારેય તક ન મળી શકી કે તે લાલ કિલ્લા પરથી દેશની જનતાને સ્વતંત્રતા દિવસના અવસર પર સંબોધિત કરી શકે.

જાણો શું હતું તે કારણ જેથી લાલ કિલ્લ સુધી પહોંચવાનો તેમનો રસ્તો રોકી લીધો. આ સાથે એક નજર કરો તે વડાપ્રધાનો પર જેમણે સૌથી વધુ વધત તિરંગો લહેરાવવાનો રેકોર્ડ બનાવ્યો છે.

 દેશના કાર્યવાહક વડાપ્રધાન

દેશના કાર્યવાહક વડાપ્રધાન

ગુલઝારી લાલ નંદા બે વખત દેશના કાર્યવાહક વડાપ્રધાન બન્યા. પહેલી વાર તેમણે 27 મે 1964ના રોજ જવાહર લાલ નેહરૂના મૃત્યું બાદ વડાપ્રધાનનું પદ સંભાળ્યું. નવ જૂન સુધી તે આ પદ પર રહ્યાં હતા. ત્યારબાદ 11 જાન્યુઆરી 1966ના રોજ લાલ બહાદુર શાસ્ત્રીના અચાનક મોત બાદ તેમને કાર્યવાહક વડાપ્રધાનનું પદ સોંપવામાં આવ્યું. 26 જાન્યુઆરી 1966 સુધી તે આ પદ પર રહ્યાં હતા.

 ક્યારેય પુરું થઇ શક્યું નહી સપનું

ક્યારેય પુરું થઇ શક્યું નહી સપનું

પૂર્વ વડાપ્રધાનમંત્રી ચંદ્રશેખરને પણ લાલ કિલ્લા પર જઇને તિરંગો ફરકાવવાનું સપનું, સપનું જ રહી ગયું. વડાપ્રધાન તરીકે ચંદ્રશેખર કાર્યકાળ પણ ખૂબ સંક્ષિપ્ત રહ્યો જેના લીધે તેમને આ અવસર મળ્યો નહી.

 સૌથી વધુ વખત ફરકાવ્યો તિરંગો

સૌથી વધુ વખત ફરકાવ્યો તિરંગો

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરૂ દેશના પ્રથમ એવા વડાપ્રધાન છે જેમના નામે સૌથી વધુ વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવવાનો રેકોર્ડ છે. તેમણે 17 વખત સ્વતંત્રતા દિવસના અવસર તિરંગો ફરકાવવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.

 11 વખત કિલ્લા પર ફરકાવ્યો તિરંગો

11 વખત કિલ્લા પર ફરકાવ્યો તિરંગો

જવાહર લાલ નહેરૂની પુત્રી અને દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન મંત્રી ઇન્દિરા ગાંધીએ 16 વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો છે. ઇન્દિરા ગાંધી બે વખત દેશની વડાપ્રધાન બની. પહેલીવાર વર્ષ 1966થી માંડીને 1977 સુધી અને પછી વર્ષ 1980 થી માંડીને 1984 સુધી. તેમાં તેમણે પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન 11 વખત અને બીજા કાર્યકાળ દરમિયાન પાંચ વખત તિરંગો ફરકાવવાનું સન્માન પ્રાપ્ત થયું.

10 વખત મળ્યું સન્માન

10 વખત મળ્યું સન્માન

મનમોહન સિંહને વર્ષ 2004માં પ્રથમ વખત સત્તા સંભાળી હતી અને વર્ષ 2013 સુધી તેમણે 10 વખત તિરંગો ફરકાવવાનું સન્માન પ્રાપ્ત થયું.

 છ વખત ફરકાવ્યો તિરંગો

છ વખત ફરકાવ્યો તિરંગો

અટલ બિહારી વાજપાઇ પ્રથમ વખત 1996માં દેશના વડાપ્રધાન બન્યા હતા પરંતુ તે સમયે ફક્ત 13 દિવસ માટે વડાપ્રધાન બની શક્યા હતા. ત્યારબાદ વર્ષ 1998થી વર્ષ 2004 સુધે તે દેશના વડાપ્રધાનમંત્રી અને તેમને છ વખત તિરંગો ફરકાવવાનું સન્માન પ્રાપ્ત થયું. જો કે વર્ષ 1998માં પણ તે ફક્ત 13 મહિના સુધી પોતાના પદ પર રહી શક્યા હતા.

 બે વખત ફરકાવી શક્યા તિરંગો

બે વખત ફરકાવી શક્યા તિરંગો

દેશને 'જય જવાન જય કિસાન'નો નારો આપનાર પૂર્વ વડાપ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને બે વખત આ સન્માન પ્રાપ્ત થયું. તે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવી શક્યા અને દેશવાસીના નામે એક સંદેશ આપી શક્યા.

English summary
Two Indian PM whose dream of hoisting flag at Red Fort on Independence day remain unfulfilled.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X