For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડ: રૂદ્રપ્રયાગમાં સરસ્તવતી નદી પર બનેલો પુલ તણાયો, 164 ફસાયા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

uttarakhand
દહેરાદુન, 16 જુલાઇ: ઉત્તરાખંડની ચારધામ યાત્રા પર આફતના વાદળ મંડરાઇ રહ્યાં છે. અત્યાર સુધી ત્યાં 164 શ્રદ્ધાળુઓ સામે નવી મુસીબત આવી ગઇ છે. ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં ભારે વરસાદના લીધે સરસ્તવતી નદી પર બનેલો પુલ અચાનક વહી ગયો. આ તે સમયે થયું જ્યારે શ્રદ્ધાળુઓ કેદારનાથથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા. હવે પુલ વહી જતાં નીલટોલીમાં 164 શ્રદ્ધાળુ ફસાઇ ગયા છે. તેમની પાસે જવા માટે હાલ બીજો કોઇ રસ્તો નથી.

આ દરમિયાન જાણકારી અનુસાર ખરાબ હવામાન અને ભારે વરસાદના લીધે ચારધામ યાત્રાને અટકાવી દેવામાં આવી છે. બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રાને વહીવટીતંત્રએ રોકી દિધી છે. ઉત્તરાખંડમાં આગામી દિવસ સુધી ભારે વરસાદની ચેતાવણી જાહેર કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવાર રાતથી ઉત્તરાખંડમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અલકનંદા અને મંકાકિની નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. કેદારનાથના રસ્તામાં મંદાકિની નદીનું જળસ્તર ખૂબ વધી ગયું છે. કેટલાક વિસ્તારોના લોકોએ ખતરાને જોતાં પોતાનું ઘર છોડી દિધું છે. વરસાદના લીધે ઘણી સ્થળો પર લોકો ફસાયેલા છે. ઘણા સ્થળો પર ભૂસ્ખલન અને ભારે વરસાદના લીધે ઘણી જગ્યાએ શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. એવા પણ સમાચાર છે કે બાબા રામદેવ ગંગોત્રીમાં ફસાઇ ગયા છે.

ગત વર્ષે ચારધામ યાત્રા દરમિયાન હજારો શ્રદ્ધાળુ પૂરની ચપેટમાં આવીને મૃત્યું પામ્યા હતા. તેના લીધે વહિવટીતંત્રએ શ્રદ્ધાળુઓને હવામાનની દશાઓને લઇને સજાગ રહેવા માટે કહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે હવામાન વિભાગને ચેતાવણીના અનુરૂપ હિમાલયી ક્ષેત્રમાં સ્થિત કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી તીર્થસ્થળો પર જનાર શ્રદ્ધાળુને તૈયાર રહેવા માટે કહ્યું છે અને તેમને હવામાન વિભાગ સાથે સંકળાયેલી તાજા જાણકારીઓ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે.

English summary
The holy Char Dham yatra to Badrinath, Kedarnath, Yamunotri and Gangotri in Uttarakhand has been halted owing to heavy rains in the upper reaches of the state. 
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X