For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યારે મોદીના એક આદેશે સેનાને લાવી દીધો પરસેવો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 ઑગસ્ટઃ આમ તો શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્ર દિવસ પર લાલ કિલ્લા પરથી કરેલા સંબોધનથી આખો દેશ ગદગદિત થઇ ગયો છે, પરંતુ તેમણે ગત મંગળવારે સેનાના ટોચના અધિકારીઓને પરસેવો લાવી દીધો હતો.

narendramodi-army-independence-day
તૈયારીઓનું માંગ્યુ પ્રેઝન્ટેશન
એ દિવસે વડાપ્રધાન કાર્યાલય(પીએમઓ) તરફથી સ્વતંત્ર દિવસની તૈયારી અંગે રક્ષા મંત્રાલયને કહેવામાં આવ્યું કે, તેઓ સ્વતંત્ર દિવસ પર લાલ કિલ્લા ખાતે ચાલી રહેલી તૈયારીઓનું પ્રેઝન્ટેશન ઇચ્છે છે.

રક્ષા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, પીએમઓ તરફથી મળેલા આ આદેશના કારણે એ અધિકારીઓને પરસેવો છૂટી ગયો જે સમારોહની તૈયારીઓમાં લાગેલા હતા. આ વાતની જાણકારી રક્ષા મંત્રી અરૂણ જેટલીને પણ નહોતી.

આદેશ મળતા જ સેનાના ટોચ કક્ષાના અધિકારી મોદીને પ્રેઝન્ટેશન આપવાની તૈયારીમાં લાગી ગયા. આ કામને મેજર જનરલ રેન્કના અધિકારી જોઇ રહ્યાં હતા. તેમની આગેવાનીમાં મોદીને લાલ કિલ્લામાં સેના તરફથી કરવામાં આવી રહેલી તૈયારીઓની જાણકારી આપવામાં આવી. પ્રેઝન્ટેશન આપવા માટે માત્ર ત્રણ કલાકનો સમય આપવામાં આવ્યો.

નોંધનીય છેકે, લાલ કિલ્લા પર થતા સ્વતંત્ર દિવસની સંપૂર્ણ તૈયારી સેનાના નેતૃત્વ હેઠળ કરવામાં આવે છે. જેમાં દિલ્હી પોલીસ અને અન્ય સરકારી વિભાગો દ્વારા સેનાને સહયોગ કરવામાં આવે છે. પરંતુ મુખ્ય રીતે આ કામ માત્ર સેના જ જોતી હોય છે.

મોદીએ પૂછ્યા પ્રશ્નો
જાણકારોએ જણાવ્યું કે, મોદીએ પ્રેઝન્ટેશનને પોતાના પીએમઓ સ્થિત કાર્યાલયમાં જોયું. તેમણે કેટલાક પ્રશ્નો સેનાના અધિકારીઓને પૂછ્યા અને તેઓ સંતુષ્ટ હતા.

જાણકારોનું કહેવું છેકે, પહેલા ક્યારેય કોઇપણ વડાપ્રધાન દ્વારા 15 ઑગસ્ટ સમારોહની તૈયારીઓનું પ્રેઝન્ટેશન સેના પાસે માંગ્યુ નથી. એક અધિકારીએ કહ્યું કે, આ વખતે પીએમઓ તરફથી મળેલા આદેશ બાદ સેના હવે પોતાના તરફથી સ્વતંત્ર દિવસની તૈયારીઓને એક અઠવાડિયા પહેલા જ કરી લેશે, તેથી જ્યારે પ્રેઝન્ટેશન માંગવામાં આવે તો વાંધો ન આવે.

English summary
when modi asks presentation 15 august function preparations
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X