નરેન્દ્ર મોદી ભારતના PM બને તે શા માટે જરૂરી છે?

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 5 એપ્રિલ : ભારતમાં યુવાનો, વરિષ્ઠ નાગરિકો, સામાન્ય જનતા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાની માંગણી કરી રહી છે. શા માટે? નરેન્દ્ર મોદી સારા વક્તા છે એટલે નહીં. નરેન્દ્ર મોદી અસરદાર આગેવાન છે એટલે નહીં, નરેન્દ્ર મોદી આકર્ષક વ્યક્તિત્વ ધારાવે છે એટલે પણ નહીં. દેશમાં છેલ્લા 10 વર્ષોમાં કોંગ્રેસની આગેવાનીમાં યુપીએ સરકારે જે લપડાકો દેશની જનતાને મારી છે તેના પર મરહમ લગાવવા માટે દેશને નરેન્દ્ર મોદીની જરૂર છે.

યુપીએ સરકાર ભાવમાં વધારો નિયંત્રણમાં લાવવામાં નિષ્ફળ ગઇ છે. ઉપરાંત સરકાર સામાન્ય પ્રજાને તેમાંથી રાહત આપવામાં પણ નિષ્ફળ પુરવાર થઇ છે. કોંગ્રેસની સરકારે આ ગંભીર મુદ્દાને ગંભીરતાપૂર્વક લેવાને બદલે ગરીબોની મજાક ઉડાવી છે. આ સ્થિતિ દૂર કરવા માટે ભારતમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની જરૂર છે... આ રહ્યા કારણો...

હકીકત તરફ નજર

હકીકત તરફ નજર


નરેન્દ્ર મોદીને સમર્થન આપતા પહેલા કેટલીક હકીકત જાણવી જરૂરી છે. યુપીએ સરકારે છેલ્લા 10 વર્ષમાં દેશને બળબળતો ફુગાવો આપ્યો છે. ફુગાવો વઘવાનું કારણ અયોગ્ય નીતિઓ અને ખોટા નીતિવિષયક નિર્ણયો, ખાદ્ય પદાર્થોની ઊંચી કિંમતોને નિયંત્રણમાં લાવવા યોગ્ય આયોજનનો અભાવ છે.

એનડીએમાં ફુગાવો નિયંત્રણમાં લવાયો

એનડીએમાં ફુગાવો નિયંત્રણમાં લવાયો


આ સામે ગુજરાતમાં નરેન્દ્ર મોદીના શાસનમાં લોકો વધારે સુખી છે. આ પહેલા કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી એનડીએ સરકારમાં વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આગેવાનીમાં ઊંચા ફુગાવાને યોગ્ય પગલાં લઇને નીચે લાવવામાં આવ્યો હતો અને ખાદ્ય પદાર્થોના વધતા ભાવો પર નિયંત્રણ લાવવામાં સફળતા મેળવવામાં આવી હતી. એનડીએ સરકારે વર્ષ 2004 જ્યારે શાસન ગુમાવ્યું ત્યારૈ ફુગાવો 4 ટકા હતો. જ્યારે 10 વર્ષ બાદ 2014માં ફુગાવો વધીને બમણો એટલે કે 9.5 ટકા થયો છે.

જીવન જરૂરી વસ્તુઓના ભાવ વધ્યા

જીવન જરૂરી વસ્તુઓના ભાવ વધ્યા


એનડીએ શાસન સમયે સામાન્ય જીવન જરૂરી વસ્તુઓના ભાવ હતા તેમાં 10 વર્ષ બાદ 100 ટકાથી 400 ટકાનો વધારો થયો છે. જેમ કે પેટ્રોલના ભાવ 115 ટકા વધ્યા છે તો રાંધણ ગેસના ભાવમાં 414 ટકાનો વધારો થયો છે.

ભલામણોને નજરઅંદાજ કરવામાં આવી

ભલામણોને નજરઅંદાજ કરવામાં આવી


વધતા ભાવ વધારાને નિયંત્રણમાં લેવા વડાપ્રધાન મનમોહન સિંહે એક કમિટીની રચના કરી. કમિટીએ 2011માં સરકારને રિપોર્ટ સોંપ્યો. આ કમિટીમાં ગુજરાતના સીએંમ નરેન્દ્ર મોદી, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્રના સભ્યો હતા. તેમના સૂચનોની અવગણના કરીને અમલમાં મૂકાયા નથી.

સારો સમય પાછો લાવી શકાશે

સારો સમય પાછો લાવી શકાશે

હવે ફરી એકવાર જનતાને તક મળી છે કે તેઓ યોગ્ય નેતાની પસંદગી કરીને દેશનો સારો સમય પાછો લાવવાની દિશામાં મતદાન કરે.

English summary
Indian youth demanding Narendra Modi as PM. Senior Citisions need Narendra Modi. Common people asking for Narendra Modi. Why India needs Narendra Modi? This are the resones.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X