For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાનું પેટ ભરવા માટે ખેડૂતોના ખિસ્સા ભરવા પણ જરૂરી: મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

modi
નવી દિલ્હી, 29 જુલાઇ: આઇસીએઆર એટલે કે આઈસીએઆરના સંમેલન સમારોહમાં ભાગ લેતાં મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશના વિકાસમાં ખેડૂતોનો મહત્વપૂર્ણ ફાળો છે અને તેમની ભૂમિકાને નજરઅંદાજ કરી ન શકાય. આઈસીએઆર પુરસ્કાર સમારોહમાં નરેન્દ્ર મોદીએ કૃષિ ટેક્નોલોજીને ખેડૂતો સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો અને કહ્યું કે પ્રતિ હેક્ટર કૃષિ ઉત્પાદકતાને વધારવી પડશે. તેમણે પાક ઉત્પાદનની ટેક્નોલોજીને ઓછી કરવાની પણ વાત કરી.

તેમણે કહ્યું કે ડિમાંડ અનુસાર સપ્લાઇ ઓછી છે એટલા માટે આ પડકારનો આપણે સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે માંગ વધે છે અને ઉત્પાદન ઓછું થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે ખેડૂતોમાં નવી ટેક્નોલોજીને લઇને વિશ્વાસ પેદા કરવો પડશે. તેમણે કહ્યું કે દુનિયાનું પેટ ભરાય પરંતુ ખેડૂતોના ખિસ્સા પણ ભરાવવા જરૂરી છે.

નરેન્દ્ર મોદીએ ઓછી જમીનમાં વધુ ઉપજ પર ભાર મુક્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આઈસીએઆર 86 વર્ષનું થઇ ગયું. પરંતુ જે આપણે 86 વર્ષમાં કરી શક્યા નથી હવે તે આપણે 14 વર્ષમાં કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વૈજ્ઞાનિકોના રિસર્ચનો ઉચિત ઉપયોગ જરૂરી છે. તેમણે કહ્યું કે ભારતીય ખેતીમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારને સન્માન કરવું જરૂરી છે. તેમણે પાણીને પરમાત્માનો પ્રસાદ ગણાવતાં તેની બરબાદી ન કરવા અને સંભાળીને વાપરવા પર ભાર મૂક્યો.

English summary
Prime Minister Narendra Modi on Tuesday said that the farmer has made a big contribution towards the development of the country. Addressing the 86th foundation day of Indian Council of Agricultural Research (ICAR) in New Delhi, PM Modi said that it is very important to ensure that the farmer of the country gets prosperous.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X