બધા દાગી નેતાઓ સામે થશે કડક કાર્યવાહીઃ મોદી

Google Oneindia Gujarati News

હરદાઇ, 21 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ પોતાની રેલીમાં પહેલીવાર બ્રાહ્મણોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, જો બ્રાહ્મણ હજુ પણ હવાનો રૂખ ઓળખી શકતા નથી તો આ ભીડને જોઇ લે. મોદીના શબ્દોથી એ સ્પષ્ટ થઇ ગયું છેકે હવે તે બ્રાહ્મણોનું સમર્થન યુપીમાં શોધી રહ્યાં છે. મોદી પણ એ વાતને જાણી ગયા છેકે યુપીમાં સત્તા બ્રાહ્મણોની જ આજુબાજુ ફરતી હોય છે.

narendra-modi-638
ઉત્તર પ્રદેશના હરદોઇ જિલ્લામાં રેલીને સંબોધિત કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો હું ચૂંટણી જીતીને આવ્યો અને વડાપ્રધાન બન્યો તો પહેલું કામ દેશના દાગી નેતાઓ વિરુદ્ધ પગલા ભરીશ. તેમણે કહ્યું કે તમામ દાગી નેતાઓ સામે સુપ્રીમ કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. પોતાની તીખી વાણી અને વ્યંગ્યાત્મક ટીપ્પણીથી મોદીએ ફરી એકવાર કોંગ્રેસ અને મુલાયમ સિંહ યાદવ પર નિશાન તાક્યું હતું.

કોંગ્રેસ પર નિશાન સાધતા મોદીએ કહ્યું કે, કેન્દ્રમાં માતા-પુત્રની સરકાર દેશને ખાઇ રહી છે અને યુપીમાં પિતા-પુત્રની સરકાર પ્રદેશને પછાત બનાવી રહી છે. મોદીએ મુલાયમ વિરુદ્ધ બોલતા કહ્યું કે યુપીમાં માત્ર લેપપોટ વેંચવાથી અને હાથીઓ બનાવવાનું રાજકારણ કરવામાં આવે છે. સામાન્ય જનતાના વિષયમાં કોઇ કંઇ વિચારતું નથી.

આજે પણ યાદ છે એ થપ્પડ
નરેન્દ્ર મોદીએ હરદોઇમાં ભાષણ આપતી વખતે કહ્યું કે મિત્રો મને આજે પણ એ થપ્પડ યાદ છે, જ્યારે કોઇ ગ્રાહકને ઠંડી ચા આપી દેતો હતો. મોદીએ કહ્યું કે કોઇ ગ્રાહકને ઠંડી ચા આપી દેવાતી તો એ ગ્રાહક થપ્પડ મારી દેતો હતો. જો જિંદગીમાં હારને સ્વિકારી હોત તો આજે કોઇપણની સામે ઉભો રહી શક્યો ના હોત.

English summary
BJP's PM candidate Narendra modi said that if he become a prime minister then he would not spare a single convicted politicans.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X