For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Brief: ભારતે ઇગ્લેંડને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 2-0થી આગળ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 ઑગસ્ટઃ દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

india-england

5.00pm: ભાજપના સાંસદ યોગી આદિત્યનાથનું ફરી વિવાદાસ્પદ નિવેદન, કહ્યું જ્યાં મુસ્લિમ વસ્તી વધુ ત્યાં થાય છે રમખાણો.

4.30pm: સોનિયા સાંપોની માસી તો રાહુલ ફ્યૂજ બલ્બ: ભાજપના સાંસદ

4.00pm: કોંગ્રેસની હાર પર દિગ્વિજય સિંહે તોડ્યું મૌન, કહ્યું રાહુલના મૌને હરાવ્યું

3.30pm: ટૂંક સમયમાં વાઇ-ફાઇથી સજ્જ થશે પર્યટન સ્થળ અને મોટા શહેરો

3.00pm: બનારસમાં લોલાર્ક કુંડ મેળા દરમિયાન નાસભાગ થતાં અનેક ઘાયલ થયા.

2.30pm: રંજીત સિંહ કોહલી, રકીબુલના ઘરે પોલીસ રેડ દરમિયાન 36 સિમકાર્ડ, બે સીપીયૂ, 15 મોબાઇલ, એક પેન ડ્રાઇવ, 4 પ્રિંટર, બે એરગન મળી.

2.00pm: કાર્ટૂનિસ્ટ કનિકા મિશ્રાને મળ્યો ઇન્ટરનેશનલ એવોર્ડ, દિલ્હી ગેંગરેપ-આસારામ પર બનાવ્યા શાનદાર કાર્ટૂન

1.45pm: પટનામાં બેકાબૂ ટ્રક નીચે કચડાઇ જતાં પાંચના મોત

1.30pm: દિલ્હીની જેલોમાં બંધ, 1250થી વધુ કેદીઓને સજામાં વિશેષ છૂટ

1.20pm: જાપાન સિકલ સેલ એનીમિયાના ઉપચાર માટે ભારત સાથે મળીને કામ કરશે.

1.10pm: પાક.માં રાજકીય ઉથલપાથલ, 8ના મોત-300 ઘાયલ, વડાપ્રધાન શરીફે નાસવુ પડ્યું લાહોર.. વધુ વાંચો અહીં...

1.00pm: અફગાનિસ્તાનમાં રવિવારે એક બસ અને ટ્રકની ટક્કર 23 લોકોના મોત થઇ ગયા. એક અધિકારીએ જાણકારી આપી.

12.30pm: યૂરોપીય સંઘના નેતાઓએ રવિવારે રશિયાને યૂક્રેન સંકટનો હલ કાઢવા માટે એક સપ્તાહનો સમય આપવાનો નિર્ણય કર્યો છે.

12.00pm: ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ક્યોટોના મેયર દઇસાકુ કાડોકાવા સાથે મુલાકાત કરી.

11.30am: મોદીએ ક્યોટામાં બુદ્ધના સૌથી જૂના મંદિરમાં જઇને દર્શન કર્યા, તસવીરો જોવા માટે ક્લિક કરો..

11.00am: ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એનીમિયા નામની બિમારીથી લડવા માટે જાપાનની સાથે સહયોગ પર ચર્ચા કરી.

10.40am: તાલિબાનીઓએ અફગાનિસ્તાનના ફરાહ પ્રાંતમાં 11 નાગરિકોની હત્યા કરી દીધી.

10.30am: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારને 100 દિવસ પુરા થઇ ગયા. ગત રાતથી પેટ્રોલ 1.82 રૂપિયા સસ્તું થઇ ગયું છે, પરંતુ ડીઝલ 50 પૈસા મોંઘુ થઇ ગયું છે. સબસિડી વિનાના એલપીજી 19 રૂપિયા સસ્તું થઇ ગયું છે.

10.00am: બિહારના મુખ્યમંત્રી જીતન રામ માંઝીનું આપત્તિજનક નિવેદન, પૂર પ્રભાવિત લોકો દ્વારા ઉંદર ખાવાને ગણાવ્યા યોગ્ય

9.30am: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના વિશ્વ વિખ્યાત તોજી મંદિર ગયા હતા. તેમની સાથે જાપાનના વડાપ્રધાન શિંજો આબે પણ હતા. તોજી મંદિર જાપાનના ટોક્યો શહેરમાં છે. આ મંદિર દુનિયાનું વિખ્યાત બૌદ્ધ સ્થળોમાંનું એક છે. આ મંદિરમાં બુદ્ધની ચાર મૂર્તિઓ સ્થાપિત છે.

9.00am: શરીફના ઘરની નજીક ગોળીબારીમાં એક પ્રદર્શનકારીનું મૌત, 300થી વધુ ઘાયલ

8.30am: ભાજપના સાંસદ રતન લાલ કટારિયાએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિશે કરી આપત્તિજનક ટિપ્પણી

8.00am: IND vs ENG : નોટિંઘમ વનડેમાં ભારતે ઇગ્લેંડને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 2-0થી આગળ

7.00am: મોદી સરકારના આવવાથી મોંઘવારી દર ઘટી રહ્યો છે: અરૂણ જેટલી

English summary
Latest News in brief of 31 August.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X