For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget Highlights: જાણો જેટલીએ શું-શું આપ્યું દિલ્હીને

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 જુલાઇ: દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ છે અને વિધાનસભા પેડિંગ ચાલી રહી છે, જો કે નાણામંત્રી અરૂણ જેટલીએ શુક્રવારે દિલ્હીનું બજેટ લોકસભામાં રજૂ કર્યું. અરૂણ જેટલીએ દિલ્હી માટે 36,776 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. પ્રસ્તુત છે બજેટના મુખ્ય અંશ-

સ્વાસ્થ્ય ક્ષેત્રમાં દિલ્હી માટે નવી પ્રસ્તાવિત યોજનાઓ

સ્વાસ્થ્ય ક્ષેત્રમાં દિલ્હી માટે નવી પ્રસ્તાવિત યોજનાઓ

-રોહિણીમાં નવી મેડિકલ કોલેજ અને મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખોલવામાં આવશે.

-શહેરમાં હોસ્પિટલોમાં 50 ડાયલિસિસ યૂનિટ લગાવવામાં આવશે.

- આખા દિલ્હીમાં 110 મોબાઇલ એમ્બ્યુલન્સ વધારમાં આવશે.

-બળાકાર કેસ માટે કેટલીક સરકારી હોસ્પિટલોમાં વન સ્ટોપ સેન્ટર બનશે.

રાજ્યમાં કર નીતિ

રાજ્યમાં કર નીતિ

-જેટલીએ એકપણ કરમાં વધારો કર્યો નથી. એટલે કે દિલ્હીની જનતાને ટેક્સના રૂપમાં વધારાનો બોજો પડશે નહી.

ટ્રાફિક વ્યવસ્થા, શિક્ષણ, સાફ-સફાઇ અને પાણી તથા અન્ય વ્યવસ્થા

ટ્રાફિક વ્યવસ્થા, શિક્ષણ, સાફ-સફાઇ અને પાણી તથા અન્ય વ્યવસ્થા

-શહેરમાં નવા કોન્યુનિટી ટોયલેટ બનાવવામાં આવશે.

- 1,380 નવી લો-ફ્લોર બસો ચલાવવમાં આવશે

-કામકાજી મહિલાઓ માટે છ નવી હોસ્પિટલ બનાવવામાં આવશે.

- પાણીની સમસ્યાનો સામનો કરવા માટે બે નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ.

- દિલ્હી વિસ્તારમાં 20 નવી સ્કુલ પ્રાથમિક તથા માધ્યમિક સ્કુલ ખોલવામાં આવશે.

- રેણુકા બંધને બનાવવામાં આવશે.

લાગ્યો નહી વિજળીરૂપી કરંટ

લાગ્યો નહી વિજળીરૂપી કરંટ

-કુલ 260 કરોડ રૂપિયાની સબસિડીની ફાળવણી કરી છે.

- નબળા વર્ગને 100 થી 200 યૂનિટ, 200થી 400 યૂનિટ સુધી 1.20 રૂપિયા 80 પૈસાની સબસિડી આપવામાં આવશે.

English summary
Finance Minister Arun Jaitley has announced Delhi Budget in Lok Sabha today. Here are the highlights of Delhi Budget 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X