For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકા માટે મોદીની ખાસ તૈયારી, હાયર કર્યો ફેશન ડિઝાઇનર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi-style
નવી દિલ્હી, 22 જુલાઇ: દેશના વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ફેશનેબલ કપડાંના સ્ટાઇલ માટે ઓળખાય છે. જ્યારે પણ ડ્રેસિંગની વાત આવે છે તો સૌથી પહેલાં નરેન્દ્ર મોદીનું નામ આવે છે. પોતાના ખાસ પ્રકારના બંધ ગળાવાળા કુર્તા અને જેકેટ માટે મોદી ખૂબ ફેમસ છે. દેશમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ મોદી બ્રાંડના કપડાંની ધૂમ છે.

જ્યારે પણ પ્રેજેંટેશનની વાત આવે છે તો મોદી ભારતીય નેતાઓથી અલગ તરી આવે છે. અત્યાર સુધી કુર્તો-પાયજામો પહેરનાર નરેન્દ્ર મોદી જ્યારે બ્રિક્સ સંમેલનમાં ગયા તો તેમણે પોતાનો પહેરવેશ બદલી દિધો અને બંધગળાનું જેકેટ પહેરવું યોગ્ય સમજ્યું. બીજી તરફ સપ્ટેમ્બરમાં નરેન્દ્ર મોદી અમેરિકા જઇ રહ્યાં છે. જે અમેરિકા અત્યાર સુધી તેમને વિઝા આપવાની ના પાડી રહ્યું હતું તે હવે બંને હાથ ફેલાવીને નરેન્દ્ર મોદીનું સ્વાગત કરી રહ્યું છે.

તસવીરોમાં જુઓ BRICS: બોલ્ડ, રેટોરિક, ઇન્ટેલીજેંટ, ચેરિશમેટિક, સ્ટાઇલિશ મોદીતસવીરોમાં જુઓ BRICS: બોલ્ડ, રેટોરિક, ઇન્ટેલીજેંટ, ચેરિશમેટિક, સ્ટાઇલિશ મોદી

એવામાં નરેન્દ્ર મોદીએ પોતાના અમેરિકા પ્રવાસ માટે મોટો પ્લાન તૈયાર કર્યો છે. નરેન્દ્ર મોદીના વોર્ડરોબમાં પરિવર્તનની જવાબદારી ફેશન ડિઝાઇનર ટ્રોય કોસ્ટાને મળી છે. જાણીતા કોસ્ટાના ક્લાઇન્ટ્સમાં બૉલીવુડના ખાનથી માંડીને અંબાણી પરિવાર સુધી સામેલ છે. તેમણે નરેન્દ્ર મોદી માટે કપડાં તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

નરેન્દ્ર મોદીનો અમેરિકા પ્રવાસ સપ્ટેમ્બરમાં થઇ શકે છે, જ્યાં તે સંયુક્ત રાષ્ટ્રની બેઠકને સંબોધિત કરશે અને બરાક ઓબામાને મળશે. એવામાં તેમણે પોતાના કપડાંનો ખાસ ખ્યાલ રાખ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે શૂટ તેમણે બ્રાજીલ પ્રવાસ દરમિયાન પહેર્યો હતો તે 16 મેની ચૂંટણીમાં જીત બાદ જ અમદાવાદથી દિલ્હી મોકલવામાં આવ્યો હતો. કારણ કે નરેન્દ્ર મોદી વૈશ્વિક મંચ પર આવી ગયા છે એટલા માટે તેમના કપડાંની જવાબદારી કોસ્ટાને સોંપવામાં આવી છે.

English summary
Preparations are in full swing in the United States for Prime Minister Narendra Modi's visit in September. While Modi wants to make a strong fashion statement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X