For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 83 અમેરિકન સાંસદોએ કર્યા હસ્તાક્ષર

|
Google Oneindia Gujarati News

modi
વૉશિંગ્ટન, 24 જુલાઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સપ્ટેમ્બર મહીનામાં થનારી અમેરિકન યાત્રા પહેલા 83 અમેરિકન સાંસદોએ એક પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં પ્રતિનિધિ સભાના સ્પીકર જૉન બોએનરને કહેવામાં આવ્યું છે કે તે મોદીને કોંગ્રેસના જોઇન્ટ સેશનને સંબોધિત કરવા માટે આમંત્રિત કરે.

કોંગ્રેસના સભ્ય બ્રૈડ શેરમેને જણાવ્યું કે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ આ સંબંધને આગળ વધારવાની એક તક છે.' પ્રતિનિધિ સભાના વિદેશ મામલાની સમિતિના વરિષ્ઠ સભ્ય શેરમેન કોંગ્રેસના સાથી સભ્યો ટેડ પોએ અને એની ફાલેઓમાવેગાની સાથે મળીને કોશિશ કરી રહી છેકે કોંગ્રેસનું નેતૃત્વ મોદીને તેમના પ્રવાસ સમયે જોઇન્ટ સેશનને સંબોધિત કરવા માટે આમંત્રિત કરે છે.

શેરમૈને જણાવ્યું કે હું ખૂબ જ ખુશ છું કે મારા 82 સાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરવા માટે આમંત્રિત કરવાના મારા પ્રયત્ન સાથે જોડાયેલ છે. અમેરિકન સાંસદોના આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે 'અમે આપને આગ્રહ કરીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરવા માટે આમંત્રિત કરવામાં આવે.'

English summary
Ahead of his September visit, as many as 83 US lawmakers have signed a letter asking House of Representatives Speaker John Boehner to invite Prime Minister Narendra Modi to address a joint session of the Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X