For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

9 માસના બાળક પર લાગ્યો ‘અટેમ્પ્ટ ટૂ મર્ડર’નો ચાર્જ

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 4 એપ્રિલઃ 9 મહિનાના કોઇપણ બાળકની સૌથી મોટી સમસ્યા પોતાના પગ પર ઉભા થવાની હોય છે, પરંતુ પાકિસ્તાનમાં એક બાળક પોતાની ઉમરના 9માં મહિનામાં ગંભીર ગુનાથી ઘેરાઇ ગયો છે.

baby-600
જીહાં, જે ઉમરમાં બાળકોને હત્યાનો અર્થ સુદ્ધાં ખબર નથી હોતી, એ ઉમરમાં આ બાળકને ‘અટેમ્પ્ટ ટૂ મર્ડર'ના આરોપી બનાવી દીધા છે. એટલું જ નહીં તમે સાંભળીને હેરાન થઇ જશો કે બાળક પર અન્ય કોઇને નહીં પરંતુ પોલીસ દળે તેના પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. માહિતી અનુસાર 9 મહિનાના માસુમે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તેને જિલ્લા અને સત્ર કોર્ટમાં 12 એપ્રિલ સુધીની જમાનત આપવામાં આવી છે. કોર્ટે પોલીસને બાળકનું નિવેદન દાખલ કરવા કહ્યું છે.

પોલીસે માસુમ અને તેના પિતા અહમદની લાહોરના મુસ્લિમ ટાઉન વિસ્તારમાં પોલીસ દળ પર હુમલો કરવાના મામલે ધરપકડ કરી હતી. બાળકને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું. પહેલી સુનાવણી ટાળી દીધી છે, આરોપીના વકીલે કહ્યું કે, આગામી સુનાવળી પર બાળકને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. પોલીસ તરફી ક્લિનચિટ મળ્યા બાદ જ માસુમને જામીન મળી શક્યા છે.

પોલીસે કહ્યું કે આ મામલાના આરોપી બનાવવાને લઇને તેમના તરફથી ગેરસમજ થઇ છે. તેમણે કહ્યું કે બાળક વિરુદ્ધ મામલો દાખલ કરવા બદલ એક એસઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બાળકના પિતાનું કહેવું છે કે તેમના બાળક અને 25 અન્ય લોકો વિરુદ્ધ એક ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમનું કહેવું હતું કે તેમના વિસ્તારમાં વિજળી નહીં આવવાને લઇને વિરોધ કરવા બદલ સજા આપવામાં આવી રહી છે.

English summary
In a bizarre incident, a nine-month-old Pakistani boy has been booked for attempted murder by attacking a police team here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X