For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનમાં માણસોમાં ફેલાયું બર્ડ ફ્લૂ, ભારત થઇ જાય સાવધાન

|
Google Oneindia Gujarati News

બેઇજિંગ, 20 એપ્રિલઃ ચીનમાં માનવીઓમાં બર્ડ ફ્લૂનો એક નવો મામલો પ્રકાશમાં આવ્યો છે. પાડોસી દેશ હોવાના કારણે ભારત માટે એ જાગૃત થવાની સ્થિતિ છે. અત્યારથી સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે જો ચીનથી બર્ડ ફ્લૂ ભારત આવ્યું તો સૌથી પહેલા અરૂણાચલ પ્રદેશ અને કાશ્મીરના લદાખ પર પ્રહાર કરશે. એટલું જ નહીં નેપાળમાં પણ તેની અસર જોવા મળી શકે છે.

20-bird-flu
માહિતી અનુસાર ચીનના જિયાંગસૂ પ્રાંતના માનવીઓમાં બર્ડ ફ્લૂની પૃષ્ટિ કરવામાં આવી છે. સ્થાનિક સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, જિયાંગસૂ પ્રાંતની 35 વર્ષીય એક મહિલામાં બર્ડ ફ્લૂના સંક્રમણ હોવાની પૃષ્ટિ શનિવારે કરવામાં આવી. તેની સ્થિતિ નાજૂક છે. સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર, જિયાંગસૂમાં આ વર્ષે અત્યારસુધી સાત માનવીઓમાં એચ7એન9ના સંક્રમણનો મામલો સામે આવ્યો છે.

ચીનમાં આ વર્ષે 120 લોકોમાં એચ7એન9ના સંક્રમણની પૃષ્ટિ થઇ છે, જેમાંથી 39 લોકોના મોત નીપજ્યાં છે.

માનવીઓમાં કેવી રીતે ફેલાય છે બર્ડ ફ્લૂ
બર્ડ ફ્લૂ પક્ષીઓમાં થનારો એક વાયરસ છે, જને એચ5એન1નું નામ આપવામાં આવ્યું છે. જે લોકો કોઇપણ પ્રકારના બીમાર પક્ષીઓના સંપર્કમાં આવે છે, તેમાથી બર્ડ ફ્લૂ ફેલાવવાનો ખતરો રહે છે. કારણ કે ચીન પક્ષીઓનું મોટું બજાર છે, તેથી ત્યાં સૌથી વધારે કેસ જોવા મળે છે. માત્ર સંક્રમિત પક્ષીને અર્ધ પાકેલી અવસ્થામાં ખાય છે, તેનાથી માનવીઓમાં બર્ડ ફ્લૂ થઇ જાય છે, મરધા ફાઇટ કરાવતા, પક્ષીઓની સફાઇ કરનારા અથવા તો તેનુ પાલન કરનારાઓને થાય છે. એક સ્વાસ્થ્ય રિપોર્ટ અનુસાર પૂર્ણ પાકેલું ચિકન અથવા તો અંડા ખાવાથી બર્ડ ફ્લૂ થતું નથી.

English summary
Bird Flu has been reported in a man in China. This is an alarming situation for its neighbour India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X