For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Oneindia App Download

પાક.માં રાજકીય ઉથલપાથલ, 8ના મોત-300 ઘાયલ

Google Oneindia Gujarati News

imran khan
ઇસ્લામાબાદ, 31 ઓગષ્ટ: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના વીઆઇપી વિસ્તારમાં ગઇકાલે રાત્રે ગભરાટની સ્થિતિ પેદા થઇ ગઇ જ્યારે લાકડીઓ લઇને હજારો પ્રદર્શનકારીઓ સુરક્ષા ઘેરો તોડીને વડાપ્રધાન નવાઝ શરીફના રહેઠાણ તરફ કૂચ કરવા લાગ્યા. નવાઝ શરીફ ઇસ્લામાબાદ છોડીને લાહૌર ચાલ્યા ગયા. આની સાથે જ પ્રદર્શનકારીઓ અને સરકારની વચ્ચે 17 દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શને નવો વળાંક લઇ લીધો છે.

સવાર થતાજ પોલીસ અને પ્રદર્શનકારીઓની વચ્ચે એકવાર ફરી ઝડપ શરૂ થઇ ગઇ. ઇમરાન ખાને પ્રદર્શનકારીઓને વડાપ્રધાનના રહેઠાણને ઘેરવા માટે આહ્વાન કર્યું, અને જણાવ્યું કે જ્યા સુધી નવાઝ શરીફ રાજીનામુ ના આપે ત્યા સુધી અહીં જ ડટ્યા રહો. સંસંદ ભવનની દીવાર તોડીને પ્રદર્શનકારીઓ પરિસરમાં ઘુસી ગયા. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓની વચ્ચે હિંસક ઝડપમાં અત્યાર સુધી 8 લોકોના મોતના સમાચાર છે. લાઠીચાર્જ અને ટિયર ગેસ છોડવાની પોલીસની કાર્યવાહીમાં અત્યાર સુધી 300થી પણ વધારે પ્રદર્શનકારીયો ઘાયલ થઇ ગયા છે.

My video message. I want all democracy-loving Pakistanis to come to Azadi Chowk & fight forces of fascism. https://t.co/kI1KtTuets
— Imran Khan (@ImranKhanPTI) August 30, 2014

પ્રદર્શનકારીઓની માર્ચ શરૂ કરતા પહેલા ગૃહ મંત્રાલયે જાહેરાત કરી હતી કે તેમને રોકવા માટે જવાનોને ખડેપગે કરવામાં આવશે. ખાન અને કાદરી બંને શરીફના રાજીનામાની માંગ કરી રહ્યા છે. ખાન ગયા વર્ષે સામાન્ય ચૂંટણીમાં છેડછાડનો આરોપ લગાવી રહ્યા છે. ખાને જણાવ્યું કે 'હું વડાપ્રધાન રહેઠાણ સુધી માર્ચનું નેતૃત્વ કરીશ. મારા તમામ સમર્થક મારી સાથે હશે.' તેમણે મહિલાઓ અને બાળકોને જણાવ્યું કે જ્યાં સુધી તેઓ ના કહે ત્યાં સુધી તેઓ રોકાઇ રહે, તેમની સાથે ના આવે.

આની વચ્ચે પ્રદર્શનકારી લાહોર અને કરાચીમાં પણ ફેલાઇ ગયા છે. સરકારે હાલાત પર કાબૂ મેળવવા માટે સેનાને બોલાવી છે. લગભગ 100 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રદર્શનકારી સતત 'આઝાદી' અને 'નવાઝ ઝાઓ'ના નારા લગાવી રહ્યા છે. આની વચ્ચે ઝિયો ટીવીના ઓફિસ પર પણ પ્રદર્શનકારીઓએ હુમલો કરી દીધો છે.

The bullet shell and tear gas cell just fired on Azadi Bus. pic.twitter.com/e1zeu4DuN1
— Imran Khan (@ImranKhanPTI) August 30, 2014

તણાવ વધવાની સાથે જ પ્રધાનમંત્રી નવાઝ શરીફ લાહોર રવાના થઇ ગયા. મોડી રાત્રે સરકાર તરફથી કરવામાં આવેલ જાહેરાતમાં શરીફના રાજીનામાની વાત સ્પષ્ટપણે રદ કરી દીધી. પ્રદર્શનકારી શરીફ અને તેમની સરકારની વિરુદ્ધ નારેબાજી કરતા નેશનલ એસેમ્બલીથી વડાપ્રધાન રહેઠાણ તરફ આગળ વધવા લાગ્યા હતા. આનાથી થોડીવાર પહેલા જ પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફના પ્રમુખ ઇમરાન ખાન અને પાકિસ્તાન આવામી તહરીકના નેતા કાદરીએ પ્રદર્શન સ્થળ બદલવાની જાહેરાત કરી હતી.

Imran Khan calls on supporters to move towards PM House once again. Calls for revenge.
— Talat Aslam (@titojourno) August 31, 2014

English summary
At least eight people have been killed and over 100 injured in the clashes between police and protesters in Pakistan as the protesters marched towards the prime minister's house.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X