For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાફિઝ સઇદને 26/11માં ક્લિન ચિટ આપતા પાક. પર ભડક્યું ભારત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી/ઇસ્લામાબાદ, 16 સપ્ટેમ્બર: ભારતે સોમવારે પાકિસ્તાનની આ ટિપ્પણીની કડક શબ્દોમાં ટીકા કરી છે કે હાફિઝ સઇદની વિરુદ્ધ કોઇ કેસ નથી અને તે ક્યાં પણ જવા માટે સ્વતંત્ર છે. ભારતે જણાવ્યું કે આ આતંકવાદી મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે અને પાકિસ્તાને આતંકવાદી સંગઠન જમાત ઉદ દાવાના પ્રમુખ સામે ફરિયાદ નોંધીને કેસ ચલાવવો જોઇએ.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને અત્રે જણાવ્યું, 'હાફિઝ સઇદ પર અમારા વિચાર બિલકૂલ સ્પષ્ટ છે. અમારા માટે તેઓ મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ છે અને મુંબઇના માર્ગો પર હત્યાઓ કરવા માટે ભારતીય કોર્ટમાં તે આરોપી છે. પાકિસ્તાનને વારંવાર જણાવ્યું છે કે તેને પકડવો જોઇએ અને તેની પર ન્યાયિક પ્રક્રિયા કરવી જોઇએ.'

hafiz saeed
તેમણે જણાવ્યું કે 'તેની ક્યારેય પણ 26/11 માટે ધરપકડ કરવામાં નથી આવી, માટે તે એટલા માટે સ્વતંત્ર છે કારણ કે તે પાકિસ્તાની નાગરિક છે.' પાકિસ્તાનના હાઇકમિશન અબ્દૂલ બાસિતની ટિપ્પણી બાદ ભારતની પ્રતિક્રિયા આવી છે. બાસિતે જણાવ્યું કે 'હાફિઝ સઇદ પાકિસ્તાની નાગરિક છે માટે તેને સ્વતંત્ર રાખ્યો છે. એટલે શું સમસ્યા છે...જ્યાં સુધી પાકિસ્તાનની વાત છે તે સ્વતંત્ર નાગરિક છે માટે કોઇ મુદ્દો નથી. કોર્ટે તેને પહેલા જ મુક્ત કરી દીધો છે. તેની વિરુદ્ધ કોઇ કેસ પેન્ડિંગ નથી.'

પાકિસ્તાનને જણાવ્યું કે તેના વિરુદ્ધમાં વધારે સાક્ષીઓ નથી કે નથી કોઇ પુરાવા, અકબરૂદ્દીને જણાવ્યું 'આ માલામાં 99 ટકા સાક્ષીઓ પાકિસ્તાનમાં છે. એવું એટલા માટે કે આખું ષડયંત્ર પાકિસ્તાનમાં રચાયું હતું. આ કૃત્યની યોજના પાકિસ્તાનમાં ઘડવામાં આવી હતી.' તેમણે જણાવ્યું કે 'આ કૃત્ય માટે નાણા પુરા પાડવાનું સ્થળ પાકિસ્તાન હોવાનું સામે આવ્યું અને તેમાં સામેલ લોકો પણ પાકિસ્તાની જ હતા. માટે માટે અમારું હંમેશથી જ માનવું છે કે આ પાકિસ્તાનની જવાબદારી છે કે હાફિઝ સઇદ જેવા અપરાધીઓ પર કેસ ચલાવવામાં આવે અને મુંબઇમાં અપરાધ માટે ન્યાય કરવામાં આવે'

English summary
India slams Pakistan for saying Hafiz Saeed free to roam, demands his arrest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X