For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિગરેટ પીવાથી પતિનું મોત, પત્નીને મળશે 1.42 લાખ કરોડનું વળતર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

smoking
મિયામી, 21 જુલાઇ: અમેરિકન કોર્ટે એક સિગરેટ કંપનીને આદેશ આપ્યો છે કે તે ચેન સ્મોકિંગના લીધે મોતનો શિકાર બનેલા વ્યક્તિની પત્નીને 23 બિલિયન ડોલર (1 લાખ 42 હજાર 261 કરોડ રૂપિયા)નું નુકસાન ચૂકવે. તો બીજી તરફ વળતર રૂપે 108 કરોડ રૂપિયા આપવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશ ફ્લોરિડાની એક કોર્ટે શુક્રવારે આરજે રેનોલ્ડ્સ ટોબેકો કંપનીને આપ્યો છે. આ ફ્લોરિડાના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ક્ષતિપૂર્તિ આદેશ છે.

લાંબા સમયથી ધૂમ્રપાન કરી રહેલા માઇકલ જોનસનનું 1996માં ફેફસાંના કેન્સરના લીધે મોત નિપજ્યું હતું. તેની પત્ની સિંથિયા રોબિન્સને 2006એ આરજે રેનોલ્ડ્સ તોબેકો કંપની એમ કહેતાં કેસ ઠોકી દિધો કે તેને પોતાના ઉત્પાદન વડે સ્વાસ્થ્યને થનાર નુકસાન તેની લત બનાવવાની પ્રકૃતિ વિશે ચેતવ્યા નહી. તેના લીધે એક હોટલમાં શટલર બસના ડ્રાઇવર તેના પતિનું 36 વર્ષની ઉંમરે મોત નિપજ્યું.

સિથિંયાના વકીલના અનુસાર માઇકલે 13 વર્ષની ઉંમરથી સિગરેટ પીવાનું શરૂ કર્યું હતું. તે લગભગ 20 વર્ષ સુધી દરરોજ ત્રણ પેકેટ સિગરેટ પીતો રહ્યો. તે ઇચ્છતો હોવા છતાં સિગરેટ છોડી ના શક્યો. અહીંયા સુધી કે મોતના દિવસે પણ તે સિગરેટ પીતો રહ્યો. બીજી તરફ કંપનીએ કહ્યું કે તે આ ચૂકાદા વિરૂદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરશે.

English summary
A Florida jury has awarded the widow of a chain-smoker who died of lung cancer 18 years ago punitive damages of more than $25 billion in her lawsuit against the US's second-biggest cigarette maker.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X