For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

World Today: કેમરૂનના ઉપવડાપ્રધાનની પત્નીનું અપહરણ

|
Google Oneindia Gujarati News

દેશ-દુનિયામાં રોજેરોજ અવનવી ઘટનાઓ ઘટતી હોય છે. વનઇન્ડિયા આપને અહીં દુનિયામાં બનતી ઘટનાઓ અને સમાચારોથી અપડેટ રાખશે. 28 જુલાઇના રોજ એટલે કે આજે બનેલી તમામ ઘટનાઓ અને કાર્યક્રમોથી અપડેટ રહેવા આ ન્યૂઝને રિફ્રેસ કરતા રહો.

1.30 pm: અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઇદ-અલ-ફિતરના અવસર પર દુનિયાભરના મુસ્લીમ સમુદાયને મુબારકબાદ આપતા જણાવ્યું છે કે 'તહેવાર તે તમામ મૂલ્યોની ઉજવણી કરે છે જે માનવતાને એકીકૃત કરે છે, અને તે કર્તવ્યોને પ્રોત્સાહન આપે છે જે તમામ ધર્મોના લોકોને એક-બીજા પ્રત્યે નિભાવવા જોઇએ.'

1.00pm: સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂને રવિવારે ઇઝરાઇલ અને ફિલિસ્તીન સાથે સંઘર્ષ-વિરામની મર્યાદા 24 કલાક સુધી વધારવાની અપીલ કરી છે.

12.30pm: ફિલિપાઇન્સમાં સોમવારે એક ઇસ્લામિક આતંકવાદી સંગઠન અબુ સય્યાકના હુમલામાં 16 લોકોના મોત થઇ ગયા જ્યારે અન્ય 13 લોકો ઘાયલ થઇ ગયા.

11.30am: ચીનના શેંગડોંગ પ્રાંતમાં રવિવારે એક બસ અને એક દવા છાંટવાના મશીન વાહનની વચ્ચે થયેલી ટક્કરમાં ત્રણ લોકોના મોત થઇ ગયા અને 11 લોકો ઘાયલ થઇ ગયા.

10.30am: નાઇજીરિયાના કાનો શહેરમાં ઇસાઇ વિસ્તારમાં રવિવારે બપોર બાદ થયેલા બે બોમ્બ વિસ્ફોટમાં ઓછાઓછા પાંચ લોકોના મોત થઇ ગયા છે.

10.00am: ઇટલીના રીતિ શહેરમાં રવિવારે એક લડાકૂ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું, જેમાં એક પાયલટ અને ટેકનિશિયનનું મૃત્યું થયું છે.

9.50am: ભારતની વિદેશ મંત્રી સુષમા સ્વરાજે રવિવારે નેપાળથી ભારત રવાના થતા પહેલા નેપાળમાં સરકારમાં ભાગીદાર નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટી એકીકૃત માર્ક્સવાદી-લેનિનવાદી(એમાલે)ના નેતાઓ સાથે મુલાકાત કરી. સુષમાએ પોતાની નેપાળ યાત્રા બાદ જણાવ્યું કે તેમની નેપાળ યાત્રા ફળદાયી રહી.

9.30am: યમનના અબયાન પ્રાંતમાં આતંકવાદીઓએ રવિવારે બે સૈનિક છાવણી પર હુમલો કર્યો જેમાં બે સૈનિક અને 11 આતંકવાદીઓ ઠાર મરાયા.

9.10am: મિસ્રના સિનાઇ પ્રાંતમાં રવિવારે એક સૈન્ય કાર્યવાહીમાં 14 આતંકવાદીઓને ઠાર મરાયા છે.

9.00am: ચીનમાં માતમો નામના તોફાને પોતાનો કહેર વર્તાવ્યો છે. આ તોફાનમાં મરનાર લોકોની સંખ્યા 13 પર પહોંચી છે. આ તોફાનનો કહેર 8 રાજ્યો સુધી ફેલાયેલો છે. જેના કારણે 25 લાખથી પણ વધારે લોકો પ્રભાવિત થયા છે.

8.30am: ગાઝામાં યુદ્ધવિરામના ઉલ્લંઘન બાદ કરવામાં આવેલા હુમલામાં અત્યાર સુત મૃતકાંક 1106 સુધી પહોંચ્યો છે.

8.00am: ઇસ્લામિક બોકો હરમના આતંકવાદીઓએ કેમરૂનના ઉપવડાપ્રધાન અમાડો અલીની પત્નીનું અપહરણ કરી લીધું છે. આતંકવાદીઓએ રવિવારે એક હુમલામાં આ ઘટનાને અંજામ આપ્યું. એક અધિકારીએ આ જાણકારી આપી. માહિતી અનુસાર ઇસ્લામિક સમૂહે નાઇજીરિયાઇ સીમા પાસે આવેલા કોલોફાટામાં ઉપવડાપ્રધાનના રહેઠાણ પર હુમલો કર્યો અને તેમની પત્નીનું અપહરણ કરી લીધું. આ ઘટનામાં 10 લોકો માર્યા ગયા છે.

kidnap
English summary
Latest World News in brief July 28: Boko Haram kidnaps wife of Cameroon's vice prime minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X