For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

World 21 July: ઇઝરાઇલે ગાજા પર હુમલા વધાર્યા, અત્યાર સુધી 435ના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

આજથી અમે તમારા માટે એક નવી શરૂઆત કરી રહ્યાં છીએ. જ્યાં તમને આંતરાષ્ટ્રીય કક્ષાએ બનતી ઘટનાઓના સમાચાર તથા બ્રેકિંગ ન્યૂઝ વિશે એક જ જગ્યાએ માહિતી મળી રહેશે. જેથી તમારા સમયનો બચાવ થશે અને એક જ જગ્યાએ આંતરરાષ્ટ્રીય સમાચારો મળી રહેશે. બસ માત્ર સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ વિશે માહિતી મેળવતા રહો.

આજના આંતરરાષ્ટ્રીય સમાચારો પર નજર કરીએ તો... ગાજા પર આ વર્ષના સંઘર્ષમાં ઇઝરાઇલના સૌથી ભીષણ હુમલામાં સોમવારે 97થી વધુ ફલસ્તીની મોતને ભેટ્યા અને હમાસના અડ્ડાઓ પર હવાઇ અને જમીની હુમલા વધારવાથી મૃતકોની સંખ્યાઅ 435ની આસપાસ પહોંચી ગઇ છે.

ઇઝરાઇલે ગાજા પર હુમલા વધાર્યા, અત્યાર સુધી 435ના મોત

ઇઝરાઇલે ગાજા પર હુમલા વધાર્યા, અત્યાર સુધી 435ના મોત

ગાજા: ગાજા પર આ વર્ષના સંઘર્ષમાં ઇઝરાઇલના સૌથી ભીષણ હુમલામાં સોમવારે 97થી વધુ ફલસ્તીની મોતને ભેટ્યા અને હમાસના અડ્ડાઓ પર હવાઇ અને જમીની હુમલા વધારવાથી મૃતકોની સંખ્યાઅ 435ની આસપાસ પહોંચી ગઇ છે.

લીબિયા એરપોર્ટે જૂથ અથડામણ, 47ના મોત

લીબિયા એરપોર્ટે જૂથ અથડામણ, 47ના મોત

લીબિયાના મુખ્ય હવાઇમથક નિયંત્રણ માટે પ્રતિદ્વંદ્વી મિલિશયા જૂથો વચ્ચે લડાઇમાં ઓછામાં ઓછા 47 લોકોના મોત નિપજ્યાં છે. આ જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલયે આવી હતી.

શનિવારે સુધીના આંકડાઓ અનુસાર લડાઇમાં 120 લોકોને ઇજા પહોંચી છે. આંકડામાં રવિવારે થયેલા હિંસક સંઘર્ષને સંભવિત પીડિતો વિશે જાણકારી સામેલ નથી.

MH17ના પાયલોટે બદલ્યો હરો મલેશિયન વિમાનનો માર્ગ!

MH17ના પાયલોટે બદલ્યો હરો મલેશિયન વિમાનનો માર્ગ!

શું મિસાઇલ હુમલામાં શિકાર મલેશિયાઇ એરલાઇન્સના વિમાને પોતાનો રૂટ બદલ્યો હતો, આ પ્રશ્ન એટલા માટે ઉદભવી રહ્યો છે કારણ કે જે જગ્યાએ આ વિમાન પર હુમલો થયો હતો તે નિર્ધારિત માર્ગથે ઘણા માઇલ દૂર હતો જેમાં આ એમ્સ્ટરડમના શિફોલ એરપોર્ટથી કુઆલાલમ્પુર જતો હતો. એક સમાચારપત્ર ધ ઓબ્ઝર્વરના અનુસાર MH17ના પાયલોટે નિશ્વિતપણે દક્ષિણ યૂક્રેનમાં આવેલા વાવાઝોડાથી બચવા માટે પોતાનો માર્ગ બદલ્યો હશે.

આ યાત્રા પર આ પહેલા ગયેલા એક પાયલોટ જે યૂરોપીયન કોકપિટ એસોસિયએશનના અધ્યક્ષ છે, હવાલ દ્વારા મળતા સમાચારમાં કહેવામાં આવ્યું છે કે ખરાબ હવામાનના લીધે MH17 જમીન પરથી હવામાં વાર કરનાર મિસાઇલ લોન્ચરનું શિકાર થયું.

ઇઝરાઇલને ગાજાના નિર્દોષોનો જીવ લેવાનો કોઇ હક નથી: બરાક ઓબામા

ઇઝરાઇલને ગાજાના નિર્દોષોનો જીવ લેવાનો કોઇ હક નથી: બરાક ઓબામા

ગાજા: ઇઝરાઇલ દ્વારા ગાજા પટ્ટી પર હવાઇ હુમલા અગિયારમા દિવસે પણ ચાલુ છે. આ હુમલામાં હવે મૃતકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. અત્યાર સુધી અહીં 400થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. જેમાં મોટાભાગના સામાન્ય નાગરિક બતાવવામાં આવી રહ્યાં છે. જો કે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતાં ઇઝરાઇલને ચેતાવણી આપી છે સામાન્ય નાગરિકો પર હુમલો કરી લોહી વહેવડાવવાનો કોઇ અધિકાર નથી.

બ્રિક્સ બેંકના નવા પ્રસ્તાવથી હાહાકાર

બ્રિક્સ બેંકના નવા પ્રસ્તાવથી હાહાકાર

વોશિંગ્ટન: બ્રિક્સ બેંકના ગઠનના તાજા પ્રસ્તાવે વૈશ્વિક વિત્તીય જગતમાં હલચલ પેદા કરી દિધી છે. ઉભરતી અર્થવ્યવસ્થાવાળા બ્રિક્સ દેશોએ તાજેતરમાં બ્રિક્સ બેંકની રચના પર સહમતિ વ્યક્તિ કરી છે.

જો કે બ્રિક્સની આ પહેલ બીજા વિશ્વયુદ્ધ બાદ બ્રેટન વુડ કરાર હેઠળ ગઠિત પશ્વિમના વર્ચસ્વવાળા વર્લ્ડબેંક, આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ પર કેન્દ્રિત વ્યવસ્થાને ખતમ કરવાથી હજુ માઇલો દૂર છે.

English summary
Israel poured more troops into the Hamas-controlled Gaza Strip, where fierce fighting in one neighborhood sent the Palestinian death toll climbing past 400. Fifteen soldiers were killed in combat, the military said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X