For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક પિત્ઝાની કિંમત 1 કરોડ રૂપિયા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

pizza
ન્યૂયોર્ક, 20 જુલાઇ: ન્યૂર્યોકમાં એક વ્યક્તિને પિત્ઝા ખાવું ઘણું મોંઘું પડ્યું. તેને આ પિત્ઝાના ચક્કરમાં જીંદગીભરનો બોધપાઠ મળી ગયો. એક પિત્ઝા માટે તેને 1 કરોડ રૂપિયા ચુકવવા પડ્યા. ચોંકશો નહી, આ સાચા સમાચાર છે અને સમાચાર વાંચીને કંઇક શીખવા જેવું પણ છે.

ન્યૂયોર્કમાં એક વ્યક્તિએ મોડી સાંજે પિત્ઝાનો ઓર્ડર કર્યો. પિત્ઝા ડિલીવરી બોય આવ્યો અને પિત્ઝાની ડિલીવરી કરી દિધી. પિત્ઝા લીધા બાદ તે વ્યક્તિએ ઉતાવળમાં ક્રેડિટ કાર્ડ વડે 18 ડોલરના બદલે 1 લાખ 80 હજાર ડોલર પેમેન્ટ કરી દિધું. 1 લાખ 80 હજાર ડોલરની કિંમત 1 રૂપિયાની આસપાસ થાય છે.

તેને તે સમયે પણ કંઇક ખબર ન પડી, જ્યારે બીજા દિવસે જ્યારે તે વ્યક્તિ બજાર ગયો તો સામાન લીધા બાદ ચુકવણી દરમિયાન કાર્ડમાં જીરો બેલેન્સ હોવાને વાતની ખબર પડી. આ સાંભળતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઇ, કારણ કે તેના ક્રેડિટ કાર્ડની લિમિટ એક લાખ એંસી હજાર ડોલર એટલે કે લગભગ એક કરોડ રૂપિયા હતી.

ક્રેડિટ કાર્ડમાં જીરો બેલેન્સ જોઇને તેણે ઉતાવળમાં પોલીસને માહિતી આપ્યા બાદ પિત્ઝા શોપ પર પણ ફરિયાદ કરી. તાત્કાલિક બેંકવાળાઓને પણ ફોન કર્યો તો ખબર પડી કે પિત્ઝાવાળાને તેણે 18 ડોલરના બદલે 1 લાખ 80 હજાર ડોલરનું પેમેન્ટ કરી દિધું. પછી પિત્ઝા કંપનીવાળાએ તેના પેમેન્ટને પરત કરી દિધું.

English summary
A man in New york paid Rs 1 crore for a single Pizza.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X