For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાઉદી અરબમાં કરોડપતિ ભિખારીની ધરપકડ!

|
Google Oneindia Gujarati News

beggar
રિયાદ, 24 જુલાઇ: સાઉદી અરબમાં પોલીએ એક ભિખારીની ધરપકડ કરી, જેની તપાસ કરતા માલૂમ પડ્યું કે તે કરોડપતિ છે. સાઉદી ગજેટના અહેવાલ અનુસાર, પોલીસે પશ્ચિમી સાઉદી અરબના યાન્બૂથી અરબ મૂળના તે વ્યક્તિ પાસે 1.92 કરોડ રૂપિયાની રોકડ રકમ અને કિંમતી વસ્તુઓ જપ્ત કરી.

મદીના પોલીસના પ્રવક્તા ફહદ અલ-ગાનમે જણાવ્યું કે શંકાસ્પદ પરિસ્થિતિઓમાં ભીખ માંગનાર એ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સાઉદી અરબમાં ભીખ માંગવા પર સખત પ્રતિબંધ છે.

પોલીસે જણાવ્યું કે શંકાસ્પદ લક્ઝુરીઅસ એપાર્ટમેન્ટમાં રહેતો હતો અને બીજા શહેરોમાં ગયા બાદ પોતાની કારનો ઉપયોગ કરતો હતો. રિપોર્ટ અનુસાર, તપાસમાં ખુલાસો થયો છે કે ભીખ માંગવામાં તેની પત્ની અને ત્રણ બાળકો તેની મદદ કરતા હતા. પરિવારના તમામ સભ્યો સાઉદી અરબમાં ગેરકાનૂની રીતે વસવાટ કરતા હતા.

ગાનમે જણાવ્યું કે કરોડપતિ ભિખારી એક ખાડી દેશથી રોકાણ લાયસન્સ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યો. આની વચ્ચે, પોલીસે શંકાસ્પદ ભિખારીની તમામ હિલચાલ પર નજર રાખી જેમાં ચોંકાવનારો ખુલાસો એ આવ્યો કે તે ભિખારી પણ નથી અને સાઉદી અરબનો પણ નથી.

English summary
An Arab national, arrested in Saudi Arabia for begging, has turned out to be a millionaire having a fortune of over $300,000.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X