For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : શું કહે છે વર્લ્ડની ટોપ કંપનીઓના CEOs નરેન્દ્ર મોદી અને બ્રાન્ડ ઇન્ડિયા વિશે?

|
Google Oneindia Gujarati News

ન્યુ યોર્ક, 30 સપ્ટેમ્બર : સ્વયં એક બ્રાન્ડ ગણાતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિશ્વની ટોચની કંપનીઓ ખાસ કરીને અમેરિકાની ટોપ કંપનીઓના સીઇઓસ (CEOs)ને પીએમ નરેન્દ્ર મોદીને રૂબરૂમાં મળીને ચર્ચા કરવાની તક મળી હતી.

સ્વાભાવિક રીતે આ આયોજન ભારત સરકારના વિદેશ મંત્રાલયે ગોઠવ્યું હતું, જેથી ભારતમાં વિદેશી રોકાણ આકર્ષી શકાય. ન્યુ યોર્કમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે યોજાયેલી બ્રેકફાસ્ટ મીટિંગમાં ટોપ 11 કંપનીઓના સીઇઓએ હાજરી આપી હતી. આ મુલાકાત બાદ તેમણે મુલાકાત કેવી રહી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાન્ડ ઇન્ડિયા વિશે શું કહ્યું તે જાણવા માટે આગળ ક્લિક કરો...

GEના CEO - જૈફરી ઇમ્લેટ

GEના CEO - જૈફરી ઇમ્લેટ


ભારત રોકાણ કરવા માટે એક શાનદાર દેશ છે. અમારી કંપની અહીં લાંબાગાળાના રોકાણ કરવા માંગે છે. આ માટેની સંભાવનાઓ ચકાસવાની શરૂ કરી દેવામાં આવી છે.

IBMના CEO - વર્જિનિયા રોમેટી

IBMના CEO - વર્જિનિયા રોમેટી


ભારતની સ્માર્ટ સિટી યોજના અને ડિજિટલ ભારત જેવી પહેલમાં ભાગીદારી કરવાની ઇચ્છા ધરાવે છે.

KKRના CEO - હેનરી ક્રાવિસ

KKRના CEO - હેનરી ક્રાવિસ


હેનરી ક્રાવિસ નરેન્દ્ર મોદીની બ્રાન્ડ ભારત માટેની યોજનાઓથી પ્રભાવિત થયા છે. તેમણે જણાવ્યું કે અમે ભારતમાં રોકાણ કરવા માટેની સંભાવનાઓ ચકાસી રહ્યા છીએ.

ગોલ્ડમેન સાશના CEO - લૉયડ બ્લેકફિન

ગોલ્ડમેન સાશના CEO - લૉયડ બ્લેકફિન


નરેન્દ્ર મોદી સંમોહક વ્યક્તિત્વ ધરાવે છે. આર્થિક સેવા ક્ષેત્રની અમારી કંપની ભારતના વિકાસવાર્તામાં સહભાગી બનવા માંગે છે.

બ્લેકરોકના CEO - લૌરેન્સ ફ્લિક

બ્લેકરોકના CEO - લૌરેન્સ ફ્લિક

બ્લેકરોકના CEO - લૌરેન્સ ફ્લિક
અમારી કંપની આવતા વર્ષે ભારતમાં વૈશ્વિક રોકાણકાર સંમેલન યોજવા માંગે છે. કારણ કે ભારતમાં દરેક પ્રકારના ક્ષેત્રમાં રોકાણના ઢગલાબંધ અવસરો છે.

પેપ્સીકોના CEO - ઇન્દ્રા નૂયી

પેપ્સીકોના CEO - ઇન્દ્રા નૂયી


નરેન્દ્ર મોદીએ પ્રશ્નોના જોરદાર રીતે જવાબો આપ્યા છે. નરેન્દ્ર મોદીનું વિઝન ભારતને વધારે સારી રીતે વિકસિત કરવા પર કેન્દ્રીત છે. આ કારણે અમે તેમની સાથે કામ કરવા માટે ઉત્સાહિત છીએ.

માસ્ટર કાર્ડના CEO - અજય બંગા

માસ્ટર કાર્ડના CEO - અજય બંગા


માર્ટર કાર્ડના ભારતીય મૂળના સીઇઓ અજય બંગાએ જણાવ્યું કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઇની પણ રજૂઆતોને ધ્યાનથી સાંભળનારી વ્યક્તિ છે. મને વિશ્વાસ છે કે ભારત માટે પણ મોદી એવી રીતે યોજનાઓને અમલમાં લાવશે જેવી રીતે તેમણે ગુજરાતમાં કર્યું છે.

English summary
ModiInAmerica : What world's top companies CEO said for Indian PM Narendra Modi and brand India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X