For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

17 સીઇઓની સાથે 20 મિનિટની મીટીંગમાં મોદી રજૂ કરશે બ્રાંડ ઇન્ડિયા

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 27 સપ્ટેમ્બર: નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરને વોશિંગ્ટનમાં રહેશે. આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મુલાકાત કરશે જ સાથે જ તેઓ દુનિયાની 17 કંપનીઓના સીઇઓની સાથે પણ મીટિંગ કરશે.

મોદી જે સીઇઓ સાથે મુલાકાત કરવાના છે જેમાં ગૂગલના સીઇઓથી લઇને જીઇના સીઇઓ અને સિટી બેંકના સીઇઓનો સમાવેશ થાય છે.

વન ટૂ વન મીટિંગ:
નરેન્દ્ર મોદીની જે કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત થવાની છે તેમાં પેપ્સિકો, ગૂગલ, જીઇ, બોઇંગ, ગોલ્ડમેન સૈક્સ અને સિટી બેંક કોર્પોરેટ હાઉસનો સમાવેશ થાય છે. મોદી જ્યાં 11 કંપનીઓના સીઇઓની સાથે એક કમ્બાઇંડ મીટિંગ કરશે તો તેઓ છ સીઇઓની સાથે તેમની મુલાકાત વ્યક્તિગત થશે.

મોદી છ સીઇઓની સાથે વન ટૂ વન મીટિંગ કરશે અને આ મીટિંગમાં તેઓ ભારતમાં રોકાણનો એજન્ડા સેટ કરવાના છે. મોદી દરેક સીઇઓને લગભગ 15થી 20 મિનિટ સુધીનો સમય આપશે.

અત્રે આ વાત ધ્યાનમાં લેવાવાળી છે કે મોદીના માથે વાઇબ્રંટ ગુજરાત જેવા આયોજનની સફળતાનો તાજ છે. જ્યારે અમેરિકા રવાના થયાના કેટલાંક કલાક પહેલા જ તેમણે 'મેક ઇન ઇન્ડિયા'ની શરૂઆત કરી છે.

modi
મોદી મદદની જરૂરીયાત નથી:
વિશેષજ્ઞો અનુસાર મોદીને બિઝનેસ ટોકનો માસ્ટર માનવામાં આવે છે. તેમને બિઝનેસ ટોક માટે કોઇ પણ પ્રકારની સહાયતાની જરૂરીયાત નથી.

આ વિશેષજ્ઞો અનુસાર મોદી બિઝનેસ સાથે જોડાયેલ દરેક કામને પૂર્ણ આત્મવિશ્વાસની સાથે કરે છે. જે લોકોએ તેમને નજીકથી જોયા છે તેઓ એ વાતને ચોક્કસપણે જાણે છે. બની શકે છે કે તેઓ આ સીઇઓ સાથે મુલાકાત કરી એક મોટી સફળતા લઇને સ્વદેશ પાછા આવે. મોદીની જાપાન યાત્રા એ વાતનો પુરાવો છે કે કેવી રીતે તેમણે જાપાન સાથે લગભગ 35 બિલિયન ડોલરનું રોકાણ ભારતમાં કરવાની મંજરી મેળવી લીધી.

English summary
Narendra Modi to meet 17 CEO of top companies in world. The list include CEO from Pepsico to CEO of Google.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X