For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલગાવવાદીઓને મળવા પર આખરે પાકિસ્તાને કબૂલી ભૂલ

|
Google Oneindia Gujarati News

sartaj aziz
ઇસ્લામાબાદ, 28 સપ્ટેમ્બર: ભારત સાથે વિદેશ સચિવ સ્તરની વાર્તા રદ્દ થવાને લઇને પાકિસ્તાને પહેલી વાર પોતાની ભૂલ માની છે, સુરક્ષા સલાહકાર સરતાજ અજીજે જણાવ્યું કે પાકિસ્તાન હાઇકમિશ્નરનો અલગાવવાદીઓ સાથે મળવાનો સમય યોગ્ય ન્હોતો. પાકિસ્તાને માન્યું કે હુર્રિયત નેતાઓ સાથે પાકિસ્તાની હાઇકમિશ્નર અબ્દુલ વાસિતની મુલાકાતનો સમય સંપૂર્ણ રીતે યોગ્ય ન્હોતો.

અત્રે નોંધનીય છે કે હુર્રિયત નેતાઓની સાથે વાસિત સાથેની મુલાકાતના કારણે ભારતે વિદેશ સચિવ સ્તરની વાર્તા રદ્દ કરી દીધી હતી, જે 25 ઓગષ્ટના રોજ ઇસ્લામાબાદમાં થવાની હતી. સરતાજ અજીજે યૂએનમાં મોદીના ભાષણના વખાણ કર્યા અને જણાવ્યું કે મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાં જે સકારાત્મક વાત એ લાગી કે 'તેઓ પાકિસ્તાન સહિત પોતાના પડોશી દેશો સાથે સંબંધો સુધારવા માંગે છે.'

સરતાજ અજીજે વાતચીત રદ્દ કરવાના ભારતના નિર્ણયને પણ અયોગ્ય ગણાવ્યો. તેમણે જણાવ્યું કે મીટિંગ રદ્દ કરવાનો નિર્ણય યોગ્ય ન્હોતો. આ એટલો મોટો મુદ્દો ન્હોતો કે બંને દેશોના સચિવોની વાતને રદ્દ કરી દેવામાં આવે. તેમણે જણાવ્યું કે જો બેઠક રદ્દ થઇ હતી, તેને ફરીથી શરૂ કરવી જોઇએ, જેનાથી બંને દેશોના સંબંધો સારા થઇ શકે. દુનિયાના તમામ દેશો માટે સારી વાત છે કે ભારત અને પાકિસ્તાનના સંબંધો સારા બને.

અત્રે નોંધનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે પણ યુએનમાં આપેલા પોતાના ભાષણમાં કાશ્મીરનો મુદ્દો ઊઠાવ્યો હતો. જોકે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ મીડિયામાં તેનો જવાબ આપી દીધો હતો કે 25 ઓગષ્ટે બંને દેશોના વિદેશ સચિવોની બેઠક થવાની હોય અને તમે બે દિવસ પહેલા અલગાવવાદીઓ સાથે મુલાકાત કરો તો પછી વાત કોણે બગાડી કહેવાય?

English summary
Pakistan High Commissioner Hurriyat meeting ill timed, says Sartaj Aziz.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X