For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીના નિવેદન પર પાકિસ્તાનનો આવ્યો વળતો જવાબ

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 13 ઓગષ્ટ: પાકિસ્તાને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ નિવેદનને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે જેમાં તેમણે પાકિસ્તાન પર ભારતની વિરુદ્ધ છદ્મ યુદ્ધ ચાલુ રાખવાનો આરોપ લગાવ્યો છે. વિદેશ મંત્રાલયની પ્રવક્તા તસનીમ અસલમે જણાવ્યું કે વડાપ્રધાન નવાજ શરીફ મે મહીનામાં મોદીના શપથ ગ્રહણ સમારંભમાં પડોશી દેશની સાથે સારા સંબંધ સ્થાપિત કરવાની ભાવના સાથે ગયા હતા.

નિવેદન અનુસાર 'આ પ્રવાસે દ્વિપક્ષીય સંબંધને નવી ગતી આપી હતી. આરોપ-પ્રત્યારોપના સ્થાને ક્ષેત્રીય શાંતિ માટે દૂરગામી હિતમાં હોત કે બંને દેશ વાતચીત દ્વારા મુદ્દાઓના સમાધાનની કોશી કરો અને મિત્રતા તથા સહયોગી સંબંધ બનાવવા માટે સાથે મળીને કામ કરો.'
અત્રે નોંધનીય છે કે મોદીએ લેહમાં ભારતીય સૈનિકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે પાકિસ્તાન ભારતના નિર્દોષ લોકોની હત્યા કરી છદ્મ યુદ્ધ લડી રહ્યું છે, કારણ કે તેની પાસે પારંપરિક યુદ્ધ કરવાની ક્ષમતા નથી.

modi
મોદીએ જણાવ્યું હતું કે 'પડોશી દેશની પાસે પરંપરાગત યુદ્ધની ક્ષમતા નથી રહી, પરંતુ તેઓ આતંકવાદના છદ્મ યુદ્ધમાં સતત સામેલ છે. ભારતીય સૈનિકોના જીવ યુદ્ધથી વધારે આતંકવાદના કારણે જઇ રહ્યા છે. અસલમે મોદીના આ નિવેદનથી જોડાયેલ ખબરનો હવાલો આપતા જણાવ્યું કે પાકિસ્તાન સતત આતંકવાદ, તેના પ્રકાર-પ્રચારનો વિરોધ કરતા રહ્યા છે.'

તેમણે જણાવ્યું કે આતંકવાદના કારણે પાકિસ્તાનના 55,000 નાગરિકોએ જીવ ગુમાવવા પડ્યા છે. અસલમે જણાવ્યું, પાકિસ્તાન આ સમાચારોથી સૌથી વધારે શિકાર થયું છે. પ્રવક્તાએ જણાવ્યું કે વિશ્વએ પાકિસ્તાનને અપ્રત્યાશિત બલિદાનને સ્વીકાર કર્યો છે, જે અમારા 5000 સુરક્ષા દળોએ શહાદત ભોગવી હતી. અમારા સુરક્ષા દળ દેશની સીમાને સુરક્ષિત કરવા અને કોઇ પણ પ્રકારની આક્રમકતાનો વિરોધ કરવા માટે હજી પણ તૈયાર છે.

અસલમે જણાવ્યું કે મીડિયા રિપોર્ટ અનુસાર, ભારત તરફથી એવો આરોપ લગાવવો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, વિશેષ કરીને તે સમયે જ્યારે પાકિસ્તાનના નેતૃત્વ ભારતની સાથે પડોશી સંબંધ બનાવવા માંગતું હોય. નવાજે મેમાં ભારતની યાત્રા એ ભાવના અને દ્વિપક્ષીય સંબંધને નવી ગતિ આપવા માટે કરી હતી.

English summary
Pakistan replied on narendra modi's statement of Leh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X