For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાને ફરી વગાડી કાશ્મીર ટેપ

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 1 મેઃ કાશ્મીરને પાકિસ્તાન માટે મહત્વનો મુદ્દો ગણાવતા દેશના સેના પ્રમુખ જનરલ રહીફ શરીફે કહ્યું છેકે, આ મામલાનું સમાધાન કાશ્મીરીઓની આકાંક્ષાઓ અને ઇચ્છાઓ અનુરૂપ તથા ક્ષેત્રમાં દીર્ઘકાલિક શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો પ્રમાણે થવું જોઇએ. તેમણે કાશ્મીરને પાકિસ્તાન માટે જગલર વેન કહ્યું છે.

pakistan-kashmir
રાવલપિંડીમાં જીએચક્યૂ પર શહીદ દિવસ નિમિત્તે આયોજિત સમારોહને સંબોધિત કરતા જનરલે કહ્યું કે, કાશ્મીર આંતરરાષ્ટ્રીય રીતે માન્ય વિવાદ છે. કાશ્મીરીઓની અગણીત શહાદત બેકાર નહીં જાય.

સાઉદી અરબના પ્રવાસથી પરત ફરેલા શરીફે કહ્યું કે, પાકિસ્તાનની સેના શાંતિના પક્ષમાં છે પરંતુ કોઇપણ આક્રમણનો જવાબ ઉચિત રીતે આપવા માટે હંમેશા તૈયાર છે. પાકિસ્તાન દ્વારા અવાર નવાર કાશ્મીરને જગલર વેન કહેવામાં આવે છે, પરંતુ ગયા વર્ષે પદ સંભાળ્યા બાદ જનરલ શરીફે પહેલીવાર આ શબ્દનો પ્રયોગ કર્યો છે.

સ્થાનિક મુદ્દાઓ પર જનરલ શરીફે કહ્યું કે, પાકિસ્તાની સેના લોકતંત્રને મજબૂત કરવા, સંવિધાનને સર્વોચ્ચ માનવા અને કાયદો વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવે છે. શરીફે કહ્યું કે, પાકિસ્તાની સેના આતંકવાદને સમાપ્ત કરવા અને દેશમાં શાંતિ જાળવવા દરેક પ્રકારના પ્રયાસને સમર્થન કરે છે.

English summary
Terming Kashmir as the "jugular vein" of Pakistan, the country's Army Chief Gen Raheel Sharif on Wednesday said the issue should be resolved in accordance with the wishes and aspirations of Kashmiris and in line with United Nations Security Council (UNSC) resolutions for lasting peace in the region.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X