For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: જ્યારે વ્હાઇટ હાઉસમાં મળ્યા ઓબામા અને મોદી

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 30 સપ્ટેમ્બર: જે દિવસની રાહ ભારત અને અમેરિકા જોઇને બેઠું હતું તે દિવસ આખરે આવી ગયો જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા એક બીજાને વ્હાઇટ હાઉસમાં મળ્યા. બરાક ઓબામાએ નરેન્દ્ર મોદીનું સ્વાગત ગુજરાતી અંદાજમાં કર્યું, ઓબામાએ મોદીને પૂછ્યું કે 'કેમ છો મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર...' જવાબમાં નરેન્દ્ર મોદીએ પણ કહ્યું' આઇ એમ ફાઇન, થેંક્યૂ...'

વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને પોતાના અધિકારિક ટ્વિટર હેંડલ પર આ મુલાકાતની ખાસ તસવીરો શેર કરી છે. વોશિંગ્ટન એરપોર્ટ પર ઉતરવાથી લઇને બરાક ઓબામા સાથેની નરેન્દ્ર મોદીની મુલાકાત આવો જોઇએ તસવીરોમાં.

મોદી વોશિંગ્ટન આવી પહ્યોંચ્યા

મોદી વોશિંગ્ટન આવી પહ્યોંચ્યા

નરેન્દ્ર મોદી વોશિંગ્ટનના સેંટ એડ્ર્યૂઝ એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે તેમનું અમેરિકન અધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

કેમ છો મોમેંટ

કેમ છો મોમેંટ

બરાક ઓબામાએ નરેન્દ્ર મોદીનું સ્વાગત ગુજરાતી અંદાજમાં કર્યું, ઓબામાએ મોદીને પૂછ્યું કે 'કેમ છો મિસ્ટર પ્રાઇમમિનિસ્ટર...' જવાબમાં નરેન્દ્ર મોદીએ પણ કહ્યું' આઇ એમ ફાઇન, થેંક્યૂ...'

ઓબામા અને મોદી ડિનર માટે જઇ રહ્યા છે

ઓબામા અને મોદી ડિનર માટે જઇ રહ્યા છે

વ્હાઇટ હાઉસના બ્લૂ રૂમમાં ડિનર માટે ઓબામાની સાથે નરેન્દ્ર મોદી.

ડિનર ટેબલ પર આમને સામને

ડિનર ટેબલ પર આમને સામને

મોદી અને ઓબામા ડિનર પર આમને સામને બેઠા. મોદીની સાથે ભારતીય વિદેશમંત્રી સુષમા સ્વરાજ અને ઓબામાની સાથે અમેરિકન વિદેશમંત્રી જ્હોન કેરી હાજર હતા. જોકે મોદીના નવરાત્રિ ઉપવાસ હોવાના કારણે તેમણે માત્ર હુંફાળુ પાણી જ પીધું હતું.

મોદીએ ઓબામાને આપી ખાસ ભેટ

નરેન્દ્ર મોદીએ ઓબામાને મહાત્મા ગાંધી દ્વારા લિખિત ભગવદ ગીતા ભેટમાં આપી. તેમજ માર્ટિન લ્યૂથર કિંગ દ્વારા ભારતમાં આપવામાં આવેલ ભાષણનું રેકોર્ડિંગ ભેટમાં આપ્યું.

સુષમા સ્વરાજ મળ્યા ઓબામાને

સુષમા સ્વરાજ મળ્યા ઓબામાને

English summary
Pics of Narendra Modi and Barack Obama meeting at Private dinner in White House.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X