For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી વિઝા મામલો હવે ઇતિહાસ: અમેરિકા

|
Google Oneindia Gujarati News

narendra modi
વોશિંગ્ટન, 27 જુલાઇ: અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વ્હાઇટ હાઉસ આવવાનું નિમંત્રણ આપ્યું છે ત્યારે તેમની સાથે જોડાયેલ વિઝા મુદ્દો એક ઇતિહાસ બની ગયો છે.

દક્ષિણ અને પશ્ચિમ એશિયા મામલાની સહાયક વિદેશ મંત્રી નિશા દેસાઇ બિસ્વાલે કોંગ્રેસમાં સુનાવણી દરમિયાન સાંસદો સાથે ગુરુવારે જણાવ્યું કે ઓબામા પ્રશાસન સપ્ટેમ્બરમાં વોશિંગ્ટનમાં મોદીનું સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યા છે.

બિસ્વાલે જણાવ્યું કે 'હું સમજુ છું કે અમે કોઇ પણ વ્યક્તિ અંગે હંમેશા સ્પષ્ટ કર્યું છે કે વિઝાનો મુદ્દો અલગ-અલગ મામલાના આધાર પર નક્કી થાય છે. એવું વડાપ્રધાનની સાથે જ નથી થઇ રહ્યું છે પરંતુ અમે સ્વાગત કરવા તરફ જોઇ રહ્યા છીએ.'

જ્યારે કોંગ્રેસના સભ્ય જ્યોર્જ હોલ્ડિંગે એ તરફ ઇશારો કર્યો છે કે મોદી એવા એકલા વ્યક્તિ છે જેને એક વિશેષ ઉપબંધ હેઠળ વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો. બિસ્વાલે જણાવ્યું કે આ 2005ની વાત છે અને ત્યારબાદથી કોઇ અરજી નથી આવી અને કોઇ સમીક્ષા કે નિર્ધારણ નથી કરવામાં આવ્યું.

તેમણે જણાવ્યું કે 'માટે તે અંગે નિર્ધારણ કરવાનો કોઇ કાલ્પનિક આધાર નથી, પરંતુ અમે નિશ્ચિતરીતે જણાવ્યું છે કે અમે વડાપ્રધાનનું સ્વાગત કરીશું અને અમે એવું નથી માનતા કે આ વિશે હવે કોઇ મુદ્દો બાકી છે.'

English summary
Now that US President Barack Obama has invited Prime Minister Narendra Modi to the White House, the visa issue associated with him is a thing of past, a top American official has said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X