For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોકાણ માટે ભારતથી સારી જગ્યા કોઇ નથી: નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

ટોક્યો, 2 સપ્ટેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાપાનમાં આજે ચોથો દિવસ છે. જાપાન-ઇન્ડિયા એસોસિએશનને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ જાપાની વ્યાપારીઓને જણાવ્યું કે રોકાણ માટે ભારતથી સરસ કોઇ અન્ય સ્થળ નથી. તેમણે જાપાનના વ્યાપારીઓને જણાવ્યું કે ચમત્કાર આપ જાપાનમાં 10 વર્ષમાં કરી શકો છો, તે જ ચમત્કાર ભારતમાં 2 વર્ષમાં કરી શકો છો. ભારતમાં આ પ્રકારની અપાર સંભાવનાઓ છે.

તેમણે જણાવ્યું કે ભારત ગોડ ગિફ્ટેટ લોકેશન છે અને રોકાણ કરવા જાપાન માટે ભારતથી સારું સ્થળ ક્યાંય નથી. તેમણે જણાવ્યું કે સુજુકી કંપનીને વ્યાપાર કરતા અમે શીખવાડ્યું. મોદીએ જણાવ્યું કે ભારત જાપાની કારોબારિયો માટે સારું માર્કેટ છે. મોદીએ જણાવ્યું કે ભારત લુક ઇસ્ટ પોલિસી તરફ જોઇ રહ્યા છે. તેમણે જણાવ્યું કે મે મેક ઇન ઇન્ડિયાનો ફોર્મૂલા અપનાવ્યો છે.

modi
મોદીએ જાપાની વ્યાપારીઓને આકર્ષિત કરવા માટે જણાવ્યું કે ભારતમાં હવે કોઇ અમલદારશાહી નથી. તેમણે જાપાનના વ્યાપારીઓને જણાવ્યું કે તેઓ ભારત આવે, તેમનું સ્વાગત છે. વડાપ્રધાને જણાવ્યું કે આપને હાર્ડવેરમાં મહારત હાસિલ છે પરંતુ સોફ્ટવેરના અભાવથી હાર્ડવેર પણ અધૂરું છે. જો બંને એક સાથે મળી જાય તો આપણે વિકાસના દૌરમાં ખૂબ જ આગળ જઇ શકીશું.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ભારત-જાપાન નવો આર્થિક ઇતિહાસ રચી શકે છે અને ભારતમાં વ્યાપારની વધારે સંભાવના છે. મોદીએ જણાવ્યું કે જે જીડીપી અઢી વર્ષમાં નથી વધી તે 100 દિવસોમાં વધી ગઇ છે.

English summary
PM Narendra Modi welcome to Japani businessman in India for investing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X