For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયોમાં જુઓ કેટલી સ્ફૂર્તિથી ડ્રમ વગાડી રહ્યા છે નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

modi
ટોક્યો, 2 સપ્ટેમ્બર: નરેન્દ્ર મોદી હાલમાં જાપાનના પાંચ દિવસના પ્રવાસ પર છે. વડાપ્રધાનના આ પ્રવાસ દરમિયાન અત્યાર સુધી એવી ઘણી બાબતો થઇ ચૂકી છે જેનાથી દેશ-દુનિયાલા લોકોના ઊડીને આંખે વળગે. વડાપ્રધાને ગઇકાલે એબે સાથે શીખર વાર્તા કરી અને ઘણા મહત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા. પરંતુ આજે તો નરેન્દ્ર મોદી કંઇક એવા રૂપમાં ખુલીને સામે આવ્યા કે તેમનું આ રૂપ જોઇને સૌ કોઇ આશ્ચર્યમાં પડી ગયા.

કાર્યક્રમ હતો ટાટા કંસલ્ટન્સી સર્વીસ જાપાન ટેકનોલોજી અને કલ્ચરલ એકેડેમીના ઉદઘાટનનો. આ કાર્યક્રમ દરમિયાન નરેન્દ્ર મોદીએ પોતાનું વક્તવ્ય પણ આપ્યું, વક્તવ્ય બાદ નરેન્દ્ર મોદીને ભેટ સ્વરૂપે જાપાની પરંપરાનું પ્રતિક બેલ આપવામાં આવ્યો મોદીએ તેનો સ્વીકાર પણ કર્યો અને બેલ વગાડ્યો પણ ખરા.

ત્યાર બાદ નરેન્દ્ર અત્રે ઉપસ્થિત કલાકારો ડ્રમ વગાળીને પોતાની કળાનું પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે જ નરેન્દ્ર મોદીએ ઊભા થઇને ડ્રમ પર પોતાનો હાથ અજમાવી લીધો. મોદીએ આ પહેલા પણ જાપાનની એક શાળાની મુલાકાત દરમિયાન વાંસળી વગાળી હતી.

જુઓ કેટલી સ્ફૂર્તિથી ડ્રમ વગાડી રહ્યા છે નરેન્દ્ર મોદી...

English summary
Narendra Modi shares a lighter moment with Japanese ceremonial drummers, at the inauguration of the TCS Japan Technology and Cultural Academy, in Tokyo.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X