For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાથી લઇને પાકિસ્તાન સુધી મીડિયામાં છવાયા આપણા PM

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 29 સપ્ટેમ્બર: અમેરિકા યાત્રા પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાના મીડિયામાં છવાઇ ગયા છે. મોદીને મળી રહેલા અપાર જનસમર્થન અને સંયુક્ત રાષ્ટ્રમાં મોદીના વક્તવ્યને ત્યાંના પ્રમુખ સમાચાર પત્ર-પત્રિકાઓએ સ્થાન આપ્યું છે.

નરેન્દ્ર મોદીએ 26 સપ્ટેમ્બરે જ્યારે ન્યૂયોર્કની ધરતી પર ઉતરણ કર્યું ત્યારથી લઇને અમેરિકન મીડિયા જ નહીં પરંતુ દુનિયાના મીડિયાની નજર તેમને કવર કરવામાં લાગી છે. મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં આપેલા પોતાના ભાષણથી, સેન્ટ્રલ પાર્ક, અને મેડીસન સ્ક્વેર ગાર્ડમાં આપેલા પોતાના ભાષણથી દેશ દુનિયાના તમામ મીડિયાને મોદી વિશે હકારાત્મક નહીં તો નકારાત્મક પણ બોલવા પર મજબૂર કરી દીધા છે.

આવો જોઇએ દેશ-દુનિયાએ મોદીને કેવી રીતે મૂલવ્યા છે...

ન્યૂયોર્ક ટાઇમ્સ

ન્યૂયોર્ક ટાઇમ્સ

ન્યૂયોર્ક ટાઇમ્સે યુએનમાં મોદીના સંબોધનને પ્રમુખ સ્થાન આપ્યું છે. અખબારે લખ્યું છે કે મોદીએ શનિવારે ચરમપંથી જૂથોથી પોતાના દેશના સંઘર્ષને દુનિયાની સામે મૂક્યું અને તેમને આશ્રય આપનાર દેશોની ટિકા કરી છે.

ડેલી ન્યૂઝ

ડેલી ન્યૂઝ

ડેલી ન્યૂઝે લખ્યું છે કે એક સમયે પ્રતિબંધિત રહેલા મોદી આજે અમેરિકામાં છવાઇ ગયા છે. સંયુક્ત રાષ્ટ્રમાં તેમને સંતુલિત સંબોધનની દરેક બાજું સરાહના મળી રહી છે. મેડિસન સ્ક્વેયર પર મોદીના સંબોધનની 20 હજારથી વધારે ટિકિટો વેચાઇ હતી.

ફોર્ચ્યૂન

ફોર્ચ્યૂન

ફોર્ચ્યૂને લખ્યું કે મોદીને કારોબાર અનુકુળ નીતિઓ માટે ઓળખવામાં આવે છે અને સમૃદ્ધ ભારત માટે વિદેશી રોકાણકારોને આમંત્રિત કરવાના તેમના પ્રયત્નોને જોતા રોકાણકારોને ભારતમાં રોકાણ માટે આગળ આવવું જોઇએ. તેણે લખ્યું કે આધુનિકતા અને મુક્ત બજાર વિકાસના ક્ષેત્રમાં ભારત આસમાન ચૂમી રહ્યો છે.

વોશિંગ્ટન પોસ્ટ

વોશિંગ્ટન પોસ્ટ

આ પહેલા વોશિંગ્ટન પોસ્ટે પણ મોદીના આગમન પર લોકોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને લખ્યું કે ન્યૂયોર્કમાં મોદીનું આગમન કોઇ વિદેશી નેતાની જેમ નહીં પરંતુ રોક સ્ટાર અથવા પોપની જેમ થયું. અખબારે મેડિસન સ્ક્વેર પર મોદીના સંબોધનની તૈયારીઓ અને ઉત્સાહનો ઉલ્લેખ પણ કર્યો.

વોલ સ્ટ્રીટ જર્નલ

વોલ સ્ટ્રીટ જર્નલ

વોલ સ્ટ્રીટ જર્નલે એક પગલું આગળ વધીને મેડિસન સ્ક્વેર પર મોદીના સંબોધન માટે એક બ્લોગ તૈયાર કરી દીધો. આ બ્લોગ પર મેડિસન સ્ક્વેરની પળેપળની ગતિવિધિઓથી લોગોને રૂબરૂ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી.

ધ ગ્લોબ એંડ મેલ

ધ ગ્લોબ એંડ મેલ

ધ ગ્લોબ એંડ મેલે લખ્યું કે ભારતીય નેતા નરેન્દ્ર મોદી ન્યૂયોર્કમાં કોઇ સ્ટારની જેમ છવાઇ ગયા છે. વેબસાઇટે લખ્યું કે મોદીને કોઇ આગંતુક નેતાના મુકાબલે અપ્રત્યાશિત સમર્થન મળ્યું છે.

પાકિસ્તાની સમાચાર પત્ર

પાકિસ્તાની સમાચાર પત્ર

અમેરિકાના પાંચ દિવસીય પ્રવાસ પર ગયેલા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનના અખબારમાં પણ છવાઇ ગયા છે. પાકિસ્તાની સમાચાર પત્રએ તેમની વક્તૃત્વ કળાની પ્રશંસા કરતા જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક અધિવેશનમાં તેમના ભાષણે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના સંબોધનને ફીકું કરી દીધું.

ડેલી ટાઇમ્સ

ડેલી ટાઇમ્સ

પાકિસ્તાની દૈનિક ડેલી ટાઇમ્સે મોદી એટ યુએન શીર્ષકથી પોતાના સંપાદકીયમાં લખ્યું, 'મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણથી પશ્ચિમમાં પોતાના પ્રભાવી વલણ યથાવત રાખ્યું છે, જ્યારે નવાઝમાં એ વાત ન્હોતી.'

મોદીએ તક ઝડપી

મોદીએ તક ઝડપી

મોદીએ પોતાના ભાષણની શરૂઆત ભારતની વૈદિક સંસ્કૃતિથી કરી. તેમના ભાષણમાં તેમનો વિષય સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો. તેમણે આ અવસરનો ઉપયોગ નવાઝના એક દિવસ પહેલાના ભાષણનો જવાબ આપવામાં કર્યો.

ડેલી ટાઇમ્સ

ડેલી ટાઇમ્સ

સંપાદકીય અનુસાર 'મોદી બિલકૂલ સાચા હતા કે મહાસભા ગંભીર ચર્ચા કરવા માટેનું મંચ નથી, આ રાષ્ટ્રાધ્યક્ષો માટે પોતાના દેશની છબી રજૂ કરવાનું એક માધ્યમ છે.' ડેલી ટાઇમ્સ અનુસાર મોદીનું ભાષણ આકર્ષક અને જાદુઇ હતું, જ્યારે નવાઝના ભાષણમાં તેનો અભાવ હતો.

English summary
PM Narendra Modi Shine in media from America to Pakistan, read Who said what.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X