For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિલ્વિયો બર્લુસ્કોનીને સેક્સ કેસમાં સાત વર્ષની સજા

|
Google Oneindia Gujarati News

silvio-berlusconi
રોમ, 25 જૂન : ઇટાલીની એક અદાલતે દેશના પૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બર્લુસ્કોનીને શારીરિક સંબંધો બનાવવા માટે એક અવયસ્ક સેક્સકર્મીને ચૂકવણી કરવાના કેસમાં દોષિત ઠેરવ્યા છે. અદાલતે આ સેક્સ કેસમાં બર્લુસ્કોનીને સાત વર્ષની સજા સંભળાવી છે.

આ સાથે અલાદતે બર્લુસ્કોનીને સત્તાનો દુરુપયોગ કરવા માટે દોષિત ઠેરવતા તેમને કોઇ પણ પ્રકારના જાહેર પદ ગ્રહણ કરવા માટે અયોગ્ય અને પ્રતિબંધિત ઠેરવી દીધા છે. ન્યાયાધીશોએ બર્લુસ્કોનીને ફરિયાદી પક્ષ દ્વારા કરવામાં આવેલા અનુરોધને પગલે વધારે સજા સંભળાવી છ. ફરિયાદી પક્ષે 76 વર્ષના બર્લુસ્કોનીને ઓછામાં ઓછી 6 વર્ષની સજા કરવાની માંગ કરી હતી.

બર્લુસ્કોનીના વકીલ નિક્કોલો ગેદિનીએ સજા સંભળાવવામાં આવી તે પછી જણાવ્યું કે આ સજા સંપૂર્ણ રીતે ન્યાય વિરુદ્ધ છે. ન્યાયાધીશોએ ફરિયાદી પક્ષના કહેવાથી વધારે સજા ફરમાવી છે. આ દરમિયાન કોર્ટ રૂમમાં હાજર દેખાવકારોના એક જૂથે કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.

બર્લુસ્કોનીને સજા સંભળાવવામાં આવી તે સાથે જ તેમના પર છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી સુનવણીનો અંત આવ્યો હતો. આ સજા ત્યાં સુધી મુલતવી રહેશે જ્યાં સુધી તમામ અપીલોની સુનવણી કરવામાં નહીં આવે. આ પ્રક્રિયામાં અનેક વર્ષોનો સમય લાગવાની શક્યતા છે. બર્લુસ્કોનીની ઉંમરને જોતા એવી શક્યતા ઓછી છે કે તેઓ ક્યારેય જેલની ઓરડી જોશે. કારણ કે ઇટાલીમાં 70 વર્ષની વયથી વધારેની વ્યક્તિઓ માટે સજાની જોગવાઇઓમાં ઉદારતા રાખવામાં આવે છે.

English summary
Silvio Berlusconi sentenced to seven years in sex case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X