For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓબામા પર કેસ ચલાવવા માટે મળી મંજૂરી!

|
Google Oneindia Gujarati News

barack obama
વૉશિંગ્ટન, 25 જુલાઇ: અમેરિકામાં પ્રતિનિધિ સભાની રૂલ્સ કમિટિએ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની વિરુદ્ધ સત્તાના દુરુપયોગથી સંબંધિત એક મામલામાં કેસ ચલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે તેના પર પ્રતિનિધિ સભામાં મતદાન થશે.

સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર, રૂલ્સ કમિટિએ ચારના મુકાબલે સાત મતથી આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. પ્રતિનિધિ સભામાં આની પર આવતા અઠવાડીએ મતદાન કરાવવામાં આવે તેવી સંભાવના છે. ઓબામાની વિરુદ્ધ કેસના આ પ્રસ્તાવને રૂલ્સ કમિટિથી મંજૂરી મળ્યા બાદ પ્રતિનિધિ સભા અને સરકારની વચ્ચે વિવાદ વધી ગયો છે.

રિપબ્લિકન સાંસદોનું કહેવું છે કે કેસનો ઉદ્દેશ્ય ઓબામાના મહત્વાકાક્ષી સ્વાસ્થ્ય સુધાર વિધેયકના અનુપાલન સંબંધિત નીતિમાં પરિવર્તનને લઇને કોંગ્રેસમાં સક્રિયતા પેદા કરવા માટે રાષ્ટ્રપતિની જવાબદારી નક્કી કરવાનું છે. આની વચ્ચે, ઓબામા અને કોંગ્રેસના ડેમોક્રેટ સભ્યોએ આ ચૂંટણી વર્ષમાં રાજનૈતિક ષડયંત્ર ગણાવ્યું છે.

કેસમાં ખાસ રીતે તે પ્રાવધાનમાં મોડુ કરવાના ઓબામાના નિર્ણય પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે, જે અનુસાર નિયોક્તાઓ માટે કર્મચારીઓ માટે વિમો કરાવવો જરૂરી રહેશે. રિપબ્લિકન સાંસદોનું કહેવું છે કે ઓબામા 2015 સુધી પ્રાવધાનને પેન્ડિંગ રાખીને સત્તાનો દુરુપયોગ કરી રહી છે. જો પ્રતિનિધિ સભા કેસ કરવાની મંજૂરી આપી દે છે તો આ મામલે આગળ જઇને આખરી નિર્ણય સંઘીય ન્યાયાધીશ કરશે.

English summary
The US House Rules Committee Thursday approved a resolution allowing the full House to vote on authorizing a lawsuit against US President Barack Obama, accusing him of abusing executive authority. The 7-4 vote was split along partisan lines, just as the vote in the full chamber is sure to be.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X