For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: મેડિસન પાસે મોદી સમર્થકોની રાજદીપ સરદેસાઇ સાથે મારામારી

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 29 સપ્ટેમ્બર: રવિવારે રાત્રે જ્યાં આખા ભારત સહિત અમેરિકાના લોકો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તે સંબોધનની રાહ જોઇ રહ્યા હતા કે તેઓ મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં બોલવાના હતા પરંતુ ત્યારે જ એક અપ્રાસંગિક ઘટનાએ સૌને ચોંકાવી દીધા.

મેડિસન સ્ક્વેર ગાર્ડનની બિલકૂલ બહાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકન પ્રવાસને કવર કરવા માટે આવેલા અંગ્રેજી ન્યૂઝ ચેનલના વરિષ્ઠ પત્રકાર અને ભારતના લોકપ્રિય એંકર રાજદીપ સરદેસાઇની સાથે કેટલાંક લોકોએ મારા મારી કરી. કહેવામાં આવી રહ્યું છે કે જે લોકોએ રાજદીપ સરદેસાઇ સાથે મારામારી કરી તે લોકો ભારતીય હતા અને મોદીના મોટા સમર્થક છે અને તેઓ લગભગ રાજદીપથી એટલા માટે નારાજ હતા કારણ કે મોદીના વડાપ્રધાન બન્યા પહેલા રાજદીપ સરદેસાઇ તેમના કટ્ટર ટીકાકારોમાંના એક હતા.

જોકે હજી સુધી ઘટનાનું મુખ્ય કારણ સામે નથી આવ્યું, આ ખબરે સૌને ચોકાવી દીધા કે કોઇએ ટ્વિટર પર એવું પોસ્ટ કર્યું કે 'ભૂતકાળમાં મોદીના ટિકાકાર રહેવાને લઇને લોકોની ભીડ એક ભારતીય પત્રકારને મારી રહી છે. ટ્વિટર પર રાજદીપ માટે કેટલાંક લોકોએ દેશદ્રોહી જેવા શબ્દોનો પ્રયોગ કર્યો છે.'

જોકે પોતાની ઉપર થયેલ નિંદનીય ઘટના પર આઇબીએન 18ના એડિટર ઇન ચીફ પદથી રાજીનામુ આપી ચૂકેલ સરદેસાઇએ ટ્વિટ કરીને લખ્યુ કે 'મેડીસન સ્ક્વેર ગા્ર્ડન પર સારી એવી ભીડ એકત્રીત થઇ.. સિવાય કે કેટલાંક મૂર્ખાઓના કે જેમને એવું લાગે છે કે દુર્વ્યવહાર તેમની મર્દાનગીને સાબિત કરવાનો રસ્તો છે. એ વાતની ખુશી છે કે અમે એ મુર્ખાઓને કેમેરામાં કેદ કર્યા, ભીડને લજાવનાર એકમાત્ર રીત તેમને દેખાડવી છે.'

ભારતીય પત્રકારની સાથે બનેલી આ ઘટનાની દેશ સહિત આખા વિશ્વમાં તેની નિંદા કરવામાં આવી રહી છે.

કોંગ્રેસના મીડિયા પ્રભારી અજય માકન અને આપ નેતા આશુતોષે પણ આ ઘટનાની ઘોર નિંદા કરી છે.

આખી ઘટના જુઓ વીડિયોમાં...

આશુતોષે પણ આ ઘટનાની ઘોર નિંદા કરી છે.

આશુતોષે પણ આ ઘટનાની ઘોર નિંદા કરી છે.

આશુતોષે પણ આ ઘટનાની ઘોર નિંદા કરી છે.

આશુતોષે પણ આ ઘટનાની ઘોર નિંદા કરી છે.

રાજદીપ સરદેસાઇ

સરદેસાઇએ ટ્વિટ કરીને લખ્યુ કે 'મેડીસન સ્ક્વેર ગા્ર્ડન પર સારી એવી ભીડ એકત્રીત થઇ.. સિવાય કે કેટલાંક મૂર્ખાઓના કે જેમને એવું લાગે છે કે દુર્વ્યવહાર તેમની મર્દાનગીને સાબિત કરવાનો રસ્તો છે. એ વાતની ખુશી છે કે અમે એ મુર્ખાઓને કેમેરામાં કેદ કર્યા, ભીડને લજાવનાર એકમાત્ર રીત તેમને દેખાડવી છે.'

ઘટનાને જુઓ વીડિયોમાં

ઘટનાને જુઓ વીડિયોમાં

English summary
Heres TV Today Consulting Editor Rajdeep Sardesai being abused and attacked by a mob outside the Madison Square Garden in New York.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X