For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યારે ઓબામાના મંત્રીએ ભારતીય સમજીને કરી દીધી ભૂલ..!

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 28 જુલાઇ: વડીલોએ કહ્યું છે કે જરા મોઢું સંભાળીને. લગભગ આ વાત અમેરિકાના નવનિર્વાચિત સાંસદ ભૂલી ગયા અને તેમની લપસેલી જીભે તેમને જરમજનક સ્થિતિમાં મૂકી દીધા. બન્યું એવું કે નવા અમેરિકન સાંસદ ક્લે ક્લૉઉનસનને ઓબામા પ્રશાસનમાં સામેલ ભારતીય મૂળના અમેરિકન અધિકારીઓ અંગે કોઇ જાણ ન્હોતી. માટે સાંસદે તેમને ભારતીય અધિકારી સમજીને તેમના વખાણના પુલ બાંધી દીધા.

અત્રે નોંધનીય છે કે થોડા અઠવાડીયા પહેલા જૉન કેરીએ નવી દિલ્હી પ્રવાસ દરમિયાન પહેલા અમેરિકામાં ભારત-અમેરિકન સંબંધોને ગૃહમાં સબ કમિટિ બનાવી હતી. તેની બેઠકમાં ફ્લોરિડાથી રિપબ્લિકન પાર્ટીના નવા સાંસદ ક્લે ક્લૉઉસને ઓબામા પ્રશાસન તરફથી પહોંચેલ નિશા દેસાઇ બિસ્વાલ અને અરૂણ કુમારને જણાવ્યું કે અમે આપના દેશ અને સરકારની સાથે સારા સંબંધો રાખવા માંગીએ છીએ.

ક્લાઉસને જણાવ્યું કે ભારત સાથે અમારો લગાવ છે અને હું તમારા દેશને પ્રેમ કરું છું. ત્યાર બાદ પણ ક્લૉઉનસ ચુપ થયા નહીં. તેમણે બિસ્વાલને બોલિવુડ અને ભારતીય આઇટી કંપનીઓની પ્રગતિ અંગે પણ જણાવ્યું. તેમણે જણાવ્યું કે અમે ભારત સાથે દોસ્તી માટે કોઇ પણ હદ સુધી જઇ શકીએ છીએ અને તેના માટે ઉત્સાહિત છીએ.

barack obama

નામના કારણે થઇ ગઇ ગફલત:-
ક્લૉઉસન જોકે નિશા દેસાઇ બિસ્વાલ અને અરુણના રંગ અને ભારતીય નામોના કારણે ગફલત ખાઇ ગયા. તેમણે બંનેને ભારતીય સરકારના પ્રતિનિધિ સમજી લીધા હતા. સાંસદની ભૂલને જોતા નિશા બિલ્વાલે જણાવ્યું કે લગભગ આપનો સંદેશ ભારત સરકાર માટે છે. અમે આપની ભાવનાઓ અમેરિકા તરફથી ભારતીય અધિકારીઓ સાથે શેર કરીશું. ત્યારબાદ એક ટોપ ડેમોક્રેટ સાંસદ ઇલિયટ એંગલ સમજી ગયા કે તેમના જૂનિયર સાંસદની જીભ લપસી ગઇ છે.

ત્યારબાદ જણાવ્યું કે તેઓ નિશા બિસ્વાલ અને અરૂણ કુમારને અમેરિકા તરફથી પ્રતિનિધિત્વ કરવા માટે ધન્યવાદ આપે છે. અત્રે નોંધનીય છે કે ક્લૉઉસન એક પૂર્વ બાસ્કેટબોલ ખિલાડી છે અને ગયા મહીને વિશેષ ચૂંટણી દ્વારા પૂર્વ સાંસદ ટ્રે રેડેલના સ્થાન પર આવ્યા છે. આ આખી ઘટનાને તેમણે ચૂક ગણાવતા માફી માગી લીધી. તેમણે જણાવ્યું કે કંઇ પણ કહેતા પહેલા તેમને જાણકારી હોવી જોઇતી હતી.

English summary
When Barack Obama's minister did big mistake after understanding indian to other.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X