For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

World July 24: મલેશિયાઇ વિમાનની દુર્ઘટના માટે પુતિન જવાબદાર: અમેરિકા

|
Google Oneindia Gujarati News

israel
દેશ દુનિયામાં રોજેરોજ અવનવી ઘટનાઓ ઘટતી હોય છે. વનઇન્ડિયા આપને અહીં રાખશે દુનિયાની તમામ ઘટનાઓથી અપડેટ. 24 જુલાઇના રોજ એટલે કે આજે બનેલી તમામ ઘટનાઓ અને કાર્યક્રમોથી અવગત રહો અહીં અને આ ન્યૂઝને રિફ્રેસ કરતા રહો.

3.40pm: અફગાનીસ્તાનના ઉત્તરી પ્રાંત તખરના એક સ્થાનીય બજારમાં બોમ્બ હુમલામાં પાંચ લોકોના મોત થઇ ગયા છે, જ્યારે 21 અન્ય ઘાયલ થયા છે.

3:19pm: સોશિયલ નેટવર્કિંગની માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરે આ ખુલાસો કર્યો છે કે ટેકનોલોજી અને નેતૃત્વકારી કાર્યોથી જોડાયેલ પુરુષ અને મોટાભાગના શ્વેત કર્મચારીઓ આ વેબસાઇટ પર હાવી છે.

1:40pm: અમેરિકાએ જણાવ્યું કે મલેશિયાઇ વિમાનની દુર્ઘટના માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સીધી રીતે જવાબદાર છે.

12:46pm: સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના વિશેષ સત્રમાં બુધવારે ગાઝા પટ્ટીમાં ઇઝરાઇલના હવાઇ હુમલા દરમિયાન થઇ રહેલા માનવાધિકાર ભંગ માટે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો.

11:54am: સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂને આતંકવાદી સંગઠન બોકો હરામ દ્વારા શાળાની વિદ્યાર્થિઓને અપહરણ કરાયાને 100 દિવસ પૂરા થતા જણાવ્યું છે કે તેઓ હજી યાદ છે.

11:12am: ઇરાનના સર્વેચ્ચ નેતા અયાત્તોલ્લા અલી ખમેનેઇએ બુધવારે જણાવ્યું કે ઇઝરાયલમાંથી યહૂદિયોના શાસનની સમાપ્તિ જ ફિલિસ્તીનિયોના ઘા પર દવા લગાવવા બરાબર છે.

10:31am: અમેરિકન વિદેશમંત્રી જોન કેરી બુધવારે રાત્રે એક દિવસીય પ્રવાસ બાદ આજે સ્વદેશ પરત ફરી છે. આ પ્રવાસ પર તેમણે ઇઝરાઇલ અને હમાસની વચ્ચે ચાલું યુદ્ધની સમાપ્તિ માટે સંઘર્ષ વિરામ સમજૂતી કરાવવાની કોશિશ કરી.

09:15am: મોસ્કો સ્થિત હવાઇ આપદા તપાસ એજન્સી ઇંટરસ્ટેટ એવિએશન કમિટિ(એએમએકે)એ બુધવારે જણાવ્યું છે કે તેમના પ્રતિનિધિ મંગળવારે બ્રિટેનમાં બોઇંગ-777 વિમાન દુર્ઘટનાની તપાસ માટે આંતરરાષ્ટ્રીય પંચ સાથે જોડાયેલ છે અને તેઓ વિમાનમાંથી મળેલ રેકોર્ડર એટલે કે બ્લેકબોક્સમાંથી મળેલી માહિતીને સમજવાની કોશીશ કરશે. આ ડચ સેફ્ટી બોર્ડને એમએચ17 દુર્ઘટનાની તપાસનો હવાલો સોંપી દેવામાં આવ્યો છે.

08:28am: ફિલીસ્તીની સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દક્ષિણી ગાઝા પટ્ટીના ખાન યુનિસ શહેરમાં ઇઝરાયલી હુમલામાં ગુરુવારે છ ફિલીસ્તીની નાગરિકોના મોત થયા છે. આની સાથે જ ઇઝરાઇલી હુમલામાં મરનારાઓની સંખ્યા 707 થઇ ગઇ છે. આ ઉપરાંત 4,500 લોકો ઇજાગ્રસ્ત પામ્યા છે. આ હુમલામાં ચાર ઇઝરાઇલી નાગરીકો અને 28 જવાન પણ માર્યા ગયા છે.

English summary
World News in Brief of July 24: Toll in Gaza mounts to 701 and more news in brief.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X