For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેદરકારીભર્યુ ડ્રાઇવિંગ, ભારતીય પર લાગ્યો પાંચ વર્ષનો પ્રતિબંધ

|
Google Oneindia Gujarati News

સિંગાપોર, 3 જૂલાઇઃ વાહન ચલાવવાની લઇને અને ટ્રાફિકના મામલે ભારતીયો કાળજી લેતા નથી, આપણે જ્યારે રસ્તા પોતાની કાર અથવા તો અન્ય કોઇ વાહન લઇને નીકળીએ છીએ ત્યારે પણ જોઇએ છીએ કે વાહન ચલાવતી વખતે સાચવેતી અને કાળજીપૂર્વકનું ડ્રાઇવિંગ ભારતમાં કરવામાં આવતું નથી, જેના કારણે અકસ્માતોની ઘટના વધારે બનતી હોય છે. સિંગાપોરમાં પણ એક ભારતીય દ્વારા બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવામાં આવતા તેને ચાર અઠવાડિયાની જેલની સજા ફટકારવામાં આવી છે. માહિતી અનુસાર સિંગાપોરમાં એક એક્સપ્રેસ હાઇવે પર ભારતીય ટ્રક ચાલકે એક વ્યક્તિને ટક્કર મારી હતી, જેમાં એ વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

jail-indian-singapore
બનાવની વિગત અનુસાર, એક્સપ્રેસવે પર ટ્રક ચલાવતી વખતે ઉક્ત ડ્રાઇવરને ઉંઘ આવી ગઇ હતી એ દરમિયાન તેણે 44 વર્ષીય અલ્લાન ગાલિંબા ગાલવેજને ટક્કર મારી દીધી હતી. અકસ્માતના પગલે તેને ચાર અઠવાડિયા સજા ઉપરાંત પાંચ વર્ષ સુધી વાહન ચલાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ ઘટના ગત વર્ષે 13 જૂનના રોજ ઇસ્ટ કોર્ટ પાર્કવે(ઇસીપી) પર ઘટી હતી. તેણે 13 જૂનના રોજ ટ્રક પર નિયંત્રણ ન રાખવા બદલ દોષી જાહેર કરવામાં આવ્યો હતો, જેના કારણે તેનો ટ્રક પોતાની દિશામાંથી ભટકીને ઇસીપીની બીજી લેનમાં જતો રહ્યો હતો અને ગાલેવજને ટક્કર મારી હતી.

English summary
An Indian truck driver, who dozed off and ploughed into a man on an expressway here, was Wednesday jailed for four weeks for negligently causing the man's death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X