For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક.માં 16 વર્ષ બાદ ભાઇને મળી ભારતીય મહિલા, હાર્ટએટેકથી મોત

|
Google Oneindia Gujarati News

લાહોર, 15 એપ્રિલ: એક ભારતીય મહિલાની લાહોર રેલવે સ્ટેશન પર ગંભીર હૃદયના હુમલાથી મોત થઇ ગયું. સરલા જેવટરામ બદલાનીની સાથે આ ઘટના ત્યારે ઘટી, જ્યારે તે પાકિસ્તાનના લરકાનામાં રહેનાર પોતાના ભાઇ મહેશ કુમાર સાથે 16 વર્ષ બાદ ભેટો કરી શકી. આ ભારતીય મહિલા પોતાના ભાઇને લાહોર રેલવે સ્ટેશન પર ગળે મળીને ભાવુક થઇ ગઇ.

સરલાનો પાસપોર્ટ મહારાષ્ટ્રના ઉલ્હાસનગરથી જારી કરવામાં આવ્યો છે. અને તેમના ભાઇ કુમાર અનુસાર સરલાનો વિઝા પહેલા ચાર વાર રદ કરવામાં થઇ ચૂક્યો હતો. તેમનો આ પાંચમો પ્રયાસ હતો, જ્યારે તેમનો વિઝા મંજૂર કરવામાં આવ્યો. માટે તે 16 વર્ષ બાદ ભાઇને જોયા બાદ ભાવ-વિભોર થઇ ગઇ અને થોડાક જ સમય બાદ તેને હાર્ટએટેક આવ્યો.

sarla
જિયો ટીવી સાથે વાત કરતા કુમારે જણાવ્યું કે તેમના પરિવારને તુરંત વિઝા આપવા જોઇએ જેથી તેઓ અંતિમ સંસ્કાર માટે સરલાના પાર્થિવ શરીરને ભારત લઇ જઇ શકે. ઇસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચાયોગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે જો તેમના ભાઇ સરલાના અંતિમ સંસ્કાર કરવા માટે ભારત જવા માંગતા હોય તો તેમને તાત્કાલિક વિઝા આપવામાં આવશે. માનવતા અને તબીબી આધાર પર હંમેશા પ્રાથમિકતા બતાવતા હંમેશા તત્કાલમાં વિઝા જારી કરવામાં આવે છે.

English summary
Indian woman dies of heart attack after meeting brother in Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X