For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇસીસીને ન દેખાઇ એન્ડરસન-જાડેજાની ‘ભૂલ’

|
Google Oneindia Gujarati News

સાઉથમ્પટન, 2 ઑગસ્ટઃ નોટિંગહામ ખાતે રમાયેલી ટેસ્ટ દરમિયાન ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ઇંગ્લેન્ડના ખેલાડી જેમ્સ એન્ડરસન વચ્ચે થયેલા વિવાદની સુનાવણી 1 ઑગસ્ટના રોજ હાથ ધરવામાં આવી હતી. જેમાં આરોપ પ્રત્યારોપણ બાદ આખરે આઇસીસી દ્વારા બન્ને ખેલાડીઓને દોષમુક્ત જાહેર કર્યા હતા.

પોતાની સુનાવણી દરમિયાન આઇસીસીએ કહ્યું કે, આઇસીસી આચારસંહિત હેઠળ આ બન્ને ખેલાડીઓની ભૂલ જણાતી નથી. આ સુનાવણી અંદાજે છ કલાકની આસપાસ ચાલી હતી. જેમાં જ્યુડિશિયલ કમિશનર ગોર્ડન લુઇસ એએમએ બન્ને ખેલાડીને નિર્દોષ જાહેર કર્યા હતા. આઇસીસીએ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છેકે, આઇસીસીની આચારસંહિતા અનુસાર ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન અને ભારતના રવિન્દ્ર જાડેજાની કોઇ ભૂલ જ્યુડિશિયલ કમિશનરને જણાઇ નહોતી.

નોંધનીય છેકે, નોટિંગહામ ખાતેની ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાને ગાળો આપવા અને ધક્કો મારવાનો આરોપ એન્ડરસન પર લગાવવામા આવ્યો હતો. જ્યારે આ જ મેચમાં રવિન્દ્ર જાડેજાને આઇસીસી લેવલ 1 હેઠળ દોષી ગણાવી મેચ ફીના 50 ટકાનો દંડ ફટકારાયો હતો. જેની સામે બીસીસીઆઇ દ્વારા અપિલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ- ઇજાગ્રસ્ત સાહાના સ્થાને નમન ઓઝાનો ટેસ્ટ ટીમમાં સમાવેશ
આ પણ વાંચોઃ- ટીમ ઇન્ડિયાની આ ‘ખામી' ન ગમી સુનિલ ગાવસ્કરને

એન્ડરસન દોષમુક્ત ભારતને નુક્સાન ઇંગ્લેન્ડને ફાયદો

એન્ડરસન દોષમુક્ત ભારતને નુક્સાન ઇંગ્લેન્ડને ફાયદો

જેમ્સ એન્ડરસનને દોષમુક્ત જાહેર કરવામાં આવતા ભારતને નુક્સાન પહોંચ્યુ છે, કારણ કે એન્ડરસન ફોર્મમાં છે અને તે આગામી બન્ને મેચમાં ભારત માટે એક જોખમી બોલર સાબિત થઇ શકે છે. બીજી તરફ એન્ડરસન દોષી જાહેર થયો હોત તો તેના પર બે મેચનો પ્રતિબંધ લાગત અને તેના કારણે ઇંગ્લેન્ડની બોલિંગ લાઇન નબળી પડી જાત પરંતુ તેમ નહીં થતાં ઇંગ્લેન્ડ ચોક્કસપણે આ વાતનો ફાયદો ઉઠાવશે.

શું હતો જાડેજા-એન્ડરસન વિવાદ

શું હતો જાડેજા-એન્ડરસન વિવાદ

ભારત-ઇંગ્લેન્ડની વચ્ચે નૉટિંગમ ટેસ્ટ દરમિયાન ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ઇંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસનની વચ્ચે થયેલા વાદ-વિવાદ અને ઝડપનો મામલો વધુ ગરમાઇ રહ્યો છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની ફરિયાદ પર જાડેજાની વિરુધ્ધ આઇસીસી કોડ ઓફ કંડક્ટના લેવલ-2નો આરોપ દાખલ કર્યો હતો. જોકે એંડરસને તેની પર લેવલ ત્રણના આરોપ લગાવ્યા હતા. એન્ડરસન પર જાડેજાને ધક્કો આપવા અને વંશીય ટીપ્પણ કરવાનો આરોપ હતો. જેની સુનાવણી હાથ ધરવામાં આવી છે અને તેને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યો છે.

જાડેજાને ફટકાર્યો હતો દંડ

જાડેજાને ફટકાર્યો હતો દંડ

નોટિંગહામ ટેસ્ટ દરમિયાન ઇંગ્લેન્ડના બોલર જેમ્સ એન્ડરસન સાથે થયેલા વિવાદ કેસમાં આઇસીસીએ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પર મેચ ફીના 50 ટકાનો દંડ ફટકાર્યો હતો. જો કે આ અંગે બીસીસીઆઇએ વિરોધ નોંધાવ્યો હતો. બીસીસીઆઇ જાડેજાને કરવામાં આવેલા દંડની વિરોધમાં છે અને તે આ અંગે વિશ્વ ક્રિકેટની સર્વોચ્ચ કમિટિ આંતરરાષ્ટ્રિ ક્રિકેટ કાઉન્સિલ(આઇસીસી)ને અપિલ કરી હતી. જે સ્વીકારી લેવામાં આવી છે. જોકે જાડેજાની પણ નોટિંગહામ ટેસ્ટમાં કોઇ ભૂલ જણાઇ નથી અને તેને પણ દોષમુક્ત કરવામાં આવ્યો છે.

એન્ડરસ-જાડેજા વિવાદ અંગે શું હતું ચેપલનું મંતવ્ય

એન્ડરસ-જાડેજા વિવાદ અંગે શું હતું ચેપલનું મંતવ્ય

પૂર્વ ઓસ્ટ્રેલિયન સુકાની ઇયાન ચેપલનું માનવું છેકે ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી દરમિયાન રવિન્દ્ર જાડેજા અને જેમ્સ એન્ડરસન વચ્ચે જે વિવાદ વકરી રહ્યો છે, તેની પાછળનું કારણ આઇસીસી દ્વારા આ પ્રકારના મુદ્દે પૂરતા અને સાચા નિર્ણય લેવામાં નથી આવી રહ્યાં છે. નોંધનીય છેકે, ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલી શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને ગાળ ભાંડવા અને ધક્કો મારવાના ચાર્જ ઇંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસન પર લગાવવામાં આવ્યા છે.

English summary
After all those accusations and counter accusations by India and England in James Anderson-Ravindra Jadeja altercation, ICC has let off both players, saying "not guilty" of breaching the ICC Code of Conduct.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X