For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝીરોની હેટ્રિક સાથે ગંભીરે બનાવ્યો અનોખો રેકોર્ડ

|
Google Oneindia Gujarati News

ઇન્ડિયન પ્રીમિયર લીગની સાતમી શ્રેણીની 11 મેચો રમાઇ ચૂકી છે. દેશમાં ચૂંટણીની સાથોસાથ આઇપીએલ પણ લોકોમાં પોતાનો ક્રેઝ જાળવવામાં ધીરે ધીરે સફળ થઇ રહી છે. જો કે, આ વખતે આઇપીએલમાં એક અનોખો રેકોર્ડ બન્યો છે. કોલકતા નાઇટ રાઇડર્સના સુકાની ગૌતમ ગંભીર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ રમાયેલી મેચમાં અનિચ્છાએ પણ એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યો છે. ગંભીરે આઇપીએલ-7માં ઝીરોની હૈટ્રિક લગાવીને આઇપીએલનો વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે.

ગંભીર આઇપીએલમાં અત્યારસુધી સૌથી વધારે વખત ઝીરો પર આઉટ થનારો ખેલાડી બની ગયો છે. ગંભીર આઇપીએલ 7માં સતત ત્રણ વખત ઝીરો પર આઉટ થયો છે. ગંભીરે આઇપીએલમાં સૌથી વધારે નવ વખત ઝીરો પર આઉટ થવાના સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડી અમિત મિશ્રાને પાછળ છોડી દીધો છે. આઇપીએલ 7ની શરૂઆત થઇ તે પહેલા કોલકતા નાઇટ રાઇડર્સનો સુકાની ગંભીર સાત વખત શૂન્ય પર આઉટ થઇ ચૂક્યો હતો. ત્યારબાદ ગંભીર મુંબઇ ઇન્ડિયન્સ, દિલ્હી ડેરડેવિલ્સ અને રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ખાતું ખોલાવી શક્યો નહોતો. મિશ્રા ઉપરાંત કાલિસ પણ નવ વખત શૂન્ય પર આઉટ થઇ ચૂક્યો છે. ચાલો તસવીરો થકી જાણીએ આ યાદીમાં કયા કયા ખેલાડીઓ છે.

આઠ-આઠ વખત શૂન્ય પર આઉટ

આઠ-આઠ વખત શૂન્ય પર આઉટ

આઠ વખત શૂન્ય પર આઉટ થનારા ખેલાડીઓમાં દિલ્હી ડેરડેવિલ્સના રાહુલ શર્મા અને નાઇટ રાઇડર્સના મનીષ પાંડે છે.

સાત વખત શૂન્ય પર આઉટ

સાત વખત શૂન્ય પર આઉટ

શેન વોર્ન, પાર્થિવ પટેલ, એડમ ગિલક્રિસ્ટ સાત વખત શૂન્ય પર આઉટ થયા છે.

છ વખત શૂન્ય પર આઉટ

છ વખત શૂન્ય પર આઉટ

સુરેશ રૈના, વિરેન્દ્ર સેહવાગ, તિલકરત્ને દિલશાન, મિથુન મન્હાસ છ-છ વખત શૂન્ય પર આઉટ થયા છે.

પાંચ વખત શૂન્ય પર આઉટ

પાંચ વખત શૂન્ય પર આઉટ

પાંચ વખત શૂન્ય પર આઉટ થનારામાં રોહિત શર્મા, દિનેશ કાર્તિક, એબીડી વિલિયર્સ, ડેવિડ વોર્નર છે.

ચાર વખત શૂન્ય પર આઉટ

ચાર વખત શૂન્ય પર આઉટ

ચાર વખત શૂન્ય પર આઉટ થનારા ખેલાડીઓમાં સચિન તેંડુલકર, કુમાર સંગાકારા, અજિંક્ય રહાણે, બ્રેંડન મેક્કુલમ છે.

English summary
Kolkata Knight Riders skipper Gautam Gambhir completes a hattrick of ducks
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X