For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિરાટ છે આઇપીએલનો સૌથી ફેશનેબલ ક્રિકેટર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 એપ્રિલ: રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કપ્તાન અને ધુરંધર બેટ્સમેન વિરાટ કોહલી આઇપીએલમાં સૌથી કુલ હેરસ્ટાઇલ રાખે છે અને મેદાન પર સૌથી વધારે ફેશનેબલ ખેલાડી છે. આ રસપ્રદ ખુલાસો આઇપીએલને લઇને એક સર્વેક્ષણમાં કરવામાં આવ્યો છે. નિમ્બસે દેશમાં લગભગ અઢી કરોડ લોકોને એક માર્ચથી લઇને 10 એપ્રિલ સુધી કેટલાંક એવા સવાલો પર તેમના વિચાર જાણવાની કોશીશ કરી અને તેના આધારે આ સર્વે કરવામાં આવ્યો.

સર્વેમાં સૌથી વધારે કુલ હેરસ્ટાઇલ અને મેદાનમાં સૌથી વધારે ફેશનેબલ હોવાના સવાલ પર 54 ટકા લોકોએ વિરાટ પર પોતાની પસંદગી ઉતારી છે. ભારતીય ક્રિકેટમાં હાલના સમયમાં રોકસ્ટાર જેવો દરજ્જો ધરાવનાર વિરાટ પોતાના બાજુઓ પર ટેટૂ રાખે છે અને તેમની હેર સ્ટાઇલ પણ જબરદસ્ત છે. હાલમાં જ વિશ્વકપમાં તેમની એક પારી બાદ ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટરે વિરાટને લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો હતો.

virat
હેર સ્ટાઇલ અને ફેશનના મામલે જાહેરાતની દુનિયાના સૌથી મોટા બ્રાંડ કહેવાવાતા ભારતીય અને ચેન્નઇ સુપર કિંગ્સના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની 24 ટકાની સાથે બીજા નંબર પર અને કોલકાતા નાઇટરાઇડર્સના કેરેબિયાઇ સ્પિનર સુનિલ નારાયણ 22 ટકા સાથે ત્રીજા સ્થાને છે.

આઇપીએલ સાતમાં સર્વાધિક રન બનાવવા માટે મળનારી ઓરેન્જ કેપના દાવેદારોમાં વિરાટને સૌથી આગળ બતાવવામાં આવ્યા છે. સર્વેમાં 47 ટકા લોકોનું માનવું હતું કે વિરાટ સૌથી વધારે રન બનાવશે. તેમના ટીમસાથી અને કેરેબિયાઇ બેટ્સમેન ક્રિસ ગેઇલને 29 ટકા લોકોએ બીજા સ્થાન પર રાખ્યો છે.

English summary
Survey: Virat Kohali is best fashionable cricketer in IPL.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X