For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતને ઝટકો, ગ્લાસગોમાં બે ભારતીય અધિકારીઓની ધરપકડ

|
Google Oneindia Gujarati News

ગ્લાસગો, 3 ઓગસ્ટ: આઇઓએના સેક્રેટરી જનરલ રાજીવ મેહતા અને રેસલિંગ રેફરી વીરેંદર મલિકની ગ્લાસગોમાં ધરપકડ કરી લેવામાં આવી છે. બંને ઇન્ડિયન ઓફિશલ્સ કોમનવેલ્થ ગેમ્સ માટે ગ્લાસગોમાં છે.

ટીવી રિપોર્ટસ્ અનુસાર બંનેને શનિવારે અલગ-અલગ અપરાધોના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મલિક પર જ્યાં સેક્સુઅલ એસોલ્ટનો આરોપ છે તો મેહતાની દારૂ પીને ગાડી ચલાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

cwg 2014
સ્કોટલેંડ યાર્કના પ્રવક્તા અનુસાર 45 અને 49 વર્ષીય બંને પુરુષોને સોમવારે ગ્લાસગોમાં એક મેજિસ્ટ્રેટની સામે રજૂ કરવામાં આવશે. ત્યાં સુધી બંને ભારતીય અધિકારીઓને પોલીસ હિરાસતમાં જ રાખવામાં આવશે. જોકે આ બંને ભારતના અધિકારીક 215 સભ્યોના દળનો ભાગ નથી, જે રમત ગામમાં રોકાયા છે. આ બંને કથિત રીતે સ્થાનીય હોટલમાં રોકાયા હતા.

કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય દળના પ્રમુખ (chef de mission)એ ભારતીય ઓફિશલ્સની ધરપકડના સમાચાર પર કોઇ પ્રતિક્રિયાથી ઇનકાર કર્યો છે. આજે રવિવારે મોડી સાંજે કોમનવેલ્થ ગેમ્સનું સમાપન કાર્યક્રમ યોજાશે. ભારત હાલમાં મેડલ સૂચિમાં પાંચમાં નંબર પર છે.

English summary
IOA general secretary Rajiv Mehta and wrestling referee Virender Malik were arrested in Glasgow on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X