For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાર્ડિફ વનડેઃ સચિનના રેકોર્ડને તોડવાની નજીક ધોની

|
Google Oneindia Gujarati News

કાર્ડિફ, 28 ઑગસ્ટઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી વનડે શ્રેણીની બીજી મેચ કાર્ડિફ ખાતે રમાઇ હતી. આ મેચમાં બેટ્સમેન સુરેશ રૈનાની સદી, રોહિત શર્મા અને સુકાની મહેન્દ્ર સિંહ ધોનીની અડધી સદી તથા રવિન્દ્ર જાડેજાની ઉત્કૃષ્ઠ બોલિંગની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામે 133 રનથી વિજય મેળવ્યો છે. પાંચ વનડે મેચોની શ્રેણીમાં ભારત હવે 1-0થી આગળ છે. વનડે શ્રેણીમાં ભારતે ઇંગ્લેન્ડને ઇંગ્લન્ડમાં સાત વર્ષ બાદ હરાવ્યું છે. આ પહેલા ભારતે 2007માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ વનડે શ્રેણી જીતી હતી.

ઇંગ્લેન્ડે પ્રથમ ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ પાઠવ્યું હતું, જેમાં ભારતે છ વિકેટ ગુમાવીને 304 રન બનાવ્યા હતા. ભારત તરફથી શિખર ધવન(11) અને વિરાટ કોહલી(0) રન પર આઉટ થયા હતા, ઉક્ત બે ખેલાડીને બાદ કરતા અન્ય ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરતા રોહિત શર્માએ 52, રહાણેએ 41, ધોનીએ 52 અને સુરેશ રૈનાએ 100 ફટકાર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી વોક્સે 4 વિકેટ લીધી હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ માત્ર 161 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડ તરફથી હેલ્સે સૌથી વધારે 40 રન બનાવ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોની સચિનના એક અનોખા રેકોર્ડને તોડવાની નજીક છે, તો ચાલો તસવીરો થકી આ મેચ સાથે જોડાયેલી અન્ય કેટલીક બાબતો પર પ્રકાશ પાડીએ.

2011માં પણ ભારતે કર્યા હતા 304 રન

2011માં પણ ભારતે કર્યા હતા 304 રન

આ મેચમાં ભારતે પહેલી બેટિંગ કરતા છ વિકેટ ગુમાવીને 304 રન બનાવ્યા છે. 2011માં પણ ભારતે આ મેદાન પર 6 વિકેટ ગુમાવીને 304 રન બનાવ્યા હતા, પરંતુ તે સમયે ટીમ ઇન્ડિયાને ડકવર્થ લુઇસના નિયમના કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. ડકવર્થ લુઇસનો નિયમ આ મેચમાં પણ લાગું પડ્યું હતો.

300 કરતા વધુનો સ્કોર ઇંગ્લેન્ડનો માત્ર ત્રણ વખત વિજય

300 કરતા વધુનો સ્કોર ઇંગ્લેન્ડનો માત્ર ત્રણ વખત વિજય

ઇંગ્લેન્ડ પોતાના ઘર આંગણે ફરી એકવાર 300 કરતા વધુનો લક્ષ્ય હાંસલ કરી શક્યું નથી. ઇંગ્લેન્ડ વિરુદ્ધ કુલ 23 વખત પહેલી બેટિંગ કરતા 300 કરતા વધારે રન બન્યા છે અને તે માત્ર ત્રણ વખત જ એ લક્ષ્યાંકને હાંસલ કરી શક્યું છે. જ્યારે ભારતે 300 કરતા વધુના લક્ષ્યને 13 વખત હાસલ કર્યો છે.

સુરેશ રૈનાની ચારેય સદી ભારત બહાર

સુરેશ રૈનાની ચારેય સદી ભારત બહાર

સુરેશ રૈનાએ વનડે ક્રિકેટમાં અત્યારસુધી ચાર સદી ફટકારી છે અને આ ચારેય સદી તેણે ભારત બહાર લગાવી છે, જોકે એશિયા બહાર આ તેની પહેલી સદી છે.

કાર્ડિફમાં ચારમાંથી ત્રણ સદી ભારતીયોની

કાર્ડિફમાં ચારમાંથી ત્રણ સદી ભારતીયોની

કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ મેદાનમાં અત્યારસુધી ચાર સદીઓ નોંધાઇ છે, જેમાંથી ત્રણ સદી ભારતીય ખેલાડીઓએ ફટકારી છે, જેમાં શિખર ધવન, સુરેશ રૈના અને વિરાટ કોહલી છે.

વનડેમાં 79 વખત 300 કરતા વધુનો સ્કોર

વનડેમાં 79 વખત 300 કરતા વધુનો સ્કોર

ભારતે વનડે ક્રિકેટમાં અત્યારસુધી 79 વખત 300 અથવા તેના કરતા વધુનો સ્કોર કર્યો છે. ઓસ્ટ્રેલિયા 77 વખત આ કારનામો કરી ચૂક્યું છે અને તે ભારતની ઘણું નજીક છે. ભારતે વનડે ક્રિકેટમાં પહેલીવાર 1996માં 300 રન બનાવ્યા હતા, ત્યારબાદ ભારત 79 વખત આ આંકને પાર કરી ચૂક્યું છે.

સચિનના રેકોર્ડને તોડવાની નજીક ધોની

સચિનના રેકોર્ડને તોડવાની નજીક ધોની

300 કે તેથી વધુના સ્કોરવાળી મેચોમાં સૌથી વધુ વખથ ભાગ લેનાર ખેલાડી સચિન તેંડુલકર છે. તે 50 વખત 300 અથવા તેના કરતા વધુ સ્કોરવાળી મેચોમાં ભાગ લઇ ચૂક્યા છે. મહેન્દ્ર સિંહ ધોની આ રેકોર્ડ તોડવાની નજીક છે. તે 50 વખત આવી મેચોમાં સામેલ રહ્યો છે.

વનડે ક્રિકેટમાં સર્વાધિક સ્ટમ્પિંગ

વનડે ક્રિકેટમાં સર્વાધિક સ્ટમ્પિંગ

ક્રિસ વોક્સને સ્ટમ્પ કરતાની સાથે જ મહેન્દ્ર સિંહ ધોની વનડે ક્રિકેટમાં સર્વાધિક સ્ટમ્પ કરનાર વિકેટકીપર બની ગયો છે. તે શ્રીલંકાના વિકેટકીપર કુમાર સંગાકારાની બરોબરીમાં આવી ગયો છે. બન્નેએ 129 સ્ટમ્પિંગ કર્યા છે.

ઇંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી વધુ મેચ જીતનાર સુકાની

ઇંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી વધુ મેચ જીતનાર સુકાની

આ સાથે જ ધોની ઇંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી વધુ મેચ જીતનાર ત્રીજો સુકાની બની ગયો છે. ધોનીએ ભારતને ઇંગ્લેન્ડ વિરુદ્ધ 21 વખત જીત અપાવી છે. પહેલા નંબર પર એલન બોર્ડર અને રિકી પોન્ટિંગ છે. તેમણે 29 વખત ઇંગ્લેન્ડને પોતાના નેતૃત્વમાં પરાજીત કર્યું છે.

English summary
intersting things about india vs england odi in cardiff
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X