For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘નિરાશ’ ઝહીર ખાનને આ વાતનો છે રંજ

|
Google Oneindia Gujarati News

ભારતના અનુભવી ઝડપી બોલર ઝહીર ખાને એ વાતને લઇને નિરાશા વ્યક્ત કરી છેકે તે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં રમી શક્યો નથી. તેણે કહ્યું કે, આ શ્રેણીનો ભાગ બનવા માટે તે સખત મહેનત કરી રહ્યો હતો, પરંતુ ત્યાં જ તેને ઇજા થતા તે આ ટીમમાં સ્થાન મેળવી શક્યો નહીં.

ઝહીર ખાને એક ઇવેન્ટ દરમિયાન કહ્યું કે, હું ક્રિકેટને મિસ કરી રહ્યો છું. હું ઘણા લાંબા સમયથી ઇંગ્લેન્ડ પ્રવાસ અંગે તૈયારી કરી રહ્યો હતો અને એ જ કારણ છેકે આટલી તૈયારી કરી રહ્યો હતો ત્યારે જ મને ઇજા થઇ, પરંતુ તમે કેટલીક બાબતો પર નિંયત્રણ રાખી શકતા નથી. તેમણે કહ્યું કે, તમે ઇજા પર નિયંત્રણ કરી શકતા નથી અને એ વાત પણ મહત્વ નથી ધરાવતી કે તમે કેટલા ટ્રેન છો, આ એક વસ્તુ એવી છેકે જેના પર કોઇ સ્પોર્ટ્સમેન કન્ટ્રોલ કરી શકતો નથી. જે નિરાશ કરી મુકે તેવી છે.

આ પણ વાંચોઃ- ‘સેવા ગાઝા' કહેવું ભારે પડ્યું આ ઇંગ્લિશ બેટ્સમેનને
આ પણ વાંચોઃ- સાઉથમ્પટન ટેસ્ટઃ ભુવી-ધોનીએ બનાવ્યા અનોખા રેકોર્ડ

આઇપીએલ દરમિયાન ઝહીર ખાનને ઇજા પહોંચી હતી ઇને તેના કારણે તેને શ્રેણીમાંથી પણ બહાર રહેવું પડ્યું હતું. તેણે કહ્યું કે, હું મારી બોલિંગ પ્રેક્ટિસ ઑગસ્ટના પહેલા અઠવાડિયાથી શરૂ કરીશ અત્યારે હું બોલિંગ કરી શકુ તેમ નથી તેથી તેના પર કોમેન્ટ કરવી અઘરી ગણાશે. હું તેના પર કામ કરી રહ્યો છું, જોઇએ કઇ રીતે આ સમસ્યાનું નિરાકરણ આવે છે. આ અંગે વધુ જાણવા તથા ઝહીરના ઇંગ્લેન્ડ વિરુદ્ધ પ્રદર્શન પર નજર ફેરવવા તસવીરો પર ક્લિક કરો.

ઇજા અંગે શુ માને છે ઝહીર

ઇજા અંગે શુ માને છે ઝહીર

ઝહીર ખાનનું કહેવું છેકે દરેક વસ્તુ યોગ્ય હોય અને તેમ છતાં તમને ઇજા થાય છે. ત્યારે કોઇપણ એ જાણી નથી શકતું કે આ કેવી રીતે થયું. મોટાભાગની ઇજા ત્યારે થાય છે જ્યારે તમે ઘણો એફર્ટ આપી રહ્યાં હોવ અને ત્યારે અચાનક જ કંઇક થઇ જાય છે.

ઝહીર શા માટે છે નિરાશ

ઝહીર શા માટે છે નિરાશ

ઝહીરે કહ્યું કે તમે બધું યોગ્ય કરતા હોવ, દરેક એંગલને કવર કરતા હોવ તેમ છતાં તમને ઇજા પહોંચે અને ત્યારે મોટાભાગના આવા કેસો આપણને નિરાશ કરે છે. જ્યારે તમને ઇજા પહોંચે છે ત્યારે તમે હંમેશા પોતાની જાતને એક પ્રશ્ન પૂછો છોકે બધું યોગ્ય હતું છતાં મારી સાથે આવું કેમ બન્યું.

ઇશાંત શર્માને થયેલી ઇજા અંગે

ઇશાંત શર્માને થયેલી ઇજા અંગે

ઝહીર ખાને કહ્યું કે, તે ઇનફોર્મ ખેલાડી છે અને તેણે ગઇ મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું. તે ગેમમાં ટોચ પર હતો અને ત્યારે આ પ્રકારે ઇજા પહોંચે તે નિરાશાજનક છે કે તેને ત્યારે ઇજા પહોંચી જ્યારે ટીમને તેની જરૂર છે. હું આશા રાખું છું કે તેની ઇજા ગંભીર ના હોય અને તે ઝડપથી શ્રેણીમાં મદદરૂપ થઇ શકે.

ભુવનેશ્વર કુમાર અંગે

ભુવનેશ્વર કુમાર અંગે

ઝહીર ખાને ભુવનેશ્વર કુમાર અંગે કહ્યું કે, તેણે બોલિંગ અને બેટિંગ એમ બન્ને ક્ષેત્રમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે જે પ્રકારે પ્રદર્શન કર્યું છે, તેનાથી લાગી રહ્યું છેકે તે એક ઓલરાઉન્ડર બનવા તરફ આગળ વધી રહ્યો છે. જોકે હું તેના પર કોઇપણ પ્રકારનું દબાણ કરવામાં આવે તેવું ઇચ્છતો નથી.

મોઇન અલી વિવાદ અંગે

મોઇન અલી વિવાદ અંગે

ગાઝાને સમર્થન આપતી રિસ્ટબેન્ડ બાંધવાને લઇને ઇંગ્લેન્ડના ખેલાડી મોઇન અલીને આઇસીસી દ્વારા ચેતવણી આપવામાં આવી હતી, જેને લઇને ઝહીર ખાને કહ્યું છેકે, આ એક વ્યક્તિગત પસંદગી છેકે તમે કેવા પ્રકારની રિસ્ટ અથવા કેવા પ્રકારની કેપ પહેરવા માગો છે. અને તેના પર પ્રતિબંધ લાગવો ન જોઇએ.

ઝહીરનું ઇંગ્લેન્ડ વિરુદ્ધ પ્રદર્શન

ઝહીરનું ઇંગ્લેન્ડ વિરુદ્ધ પ્રદર્શન

કાર્યકાળઃ- 2002-2012
મેચઃ- 13
વિકેટઃ- 43
શ્રેષ્ઠ પ્રદર્શનઃ- 5/75

ઝહીર ખાનનું ટેસ્ટ ક્રિકેટમાં પ્રદર્શન

ઝહીર ખાનનું ટેસ્ટ ક્રિકેટમાં પ્રદર્શન

કાર્યકાળઃ- 2000-2014
મેચઃ- 92
વિકેટઃ- 311
શ્રેષ્ઠ પ્રદર્શનઃ-7/87
પાંચ વિકેટઃ- 11
દસ વિકેટઃ- 1

English summary
Veteran pacer Zaheer Khan on Tuesday said it was disappointing to miss the England series due to the injury as he had undergone rigorous training sessions to be part of the squad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X