For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુનાગઢના નવાબનું શાહી સ્થળ હતું ચોરવાડના દરિયા કિનારે...

|
Google Oneindia Gujarati News

અમારા વાચમિત્રોને અમે ઘણા લેખો થકી ભારતના વિવિધ રાજ્યોમાં આવેલા મહત્વના અને સુંદર રમણીય દરિયાકાંઠાથી અવગત કરાવી ચૂક્યા છીએ. એજ ક્રમને અમે અહીં આગળ વધારી રહ્યા છીએ. હરવા ફરવાના શોખીન દરેક ટ્રાવેલર માટે સમુદ્ર કિનારો હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. વ્યક્તિ ભલે કોઇ પણ હોય પરંતુ દરિયા કિનારાની સુંદરતા કોઇને પણ મંત્રમુગ્ધ કરી શકે છે. અમારા આ લેખમાં આપની મુલાકાત કરાવીએ ચોરવાડના દરિયા કિનારાથી.

ચોરવાડ સમુદ્ર કિનારો એ ભારતના પશ્ચિમ કાંઠે આવેલ એક રમણીય સમુદ્ર કિનારો છે. તે જૂનાગઢ શહેરથી 66 કિમી દૂર આવેલ છે. ચોરવાડ સ્થાનીય તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષે છે. આ સમુદ્રકિનારે પથ્થર અને શિલાઓ આવેલ છે. અને અહીં રોમાંચક વહાણ સવારી ઉપલબ્ધ છે.

ચોરવાડ સોમનાથથી માત્ર 37 કિમીના અંતરે આવેલો દરિયા કિનારો છે. આ દરિયા કિનારો એક સમયે જુનાગઢના નવાબનું શાહી સ્થળ હતું. આજે રાજ્યમાં તેનો વિધ્વંસ થઇ ચૂક્યું છે. આ દરિયા કિનારો તરવા માટે અસુરક્ષિત છે પરંતુ તે ચોખ્ખો, રમણિય અને મનની શાંતિ માટે સુંદર પ્રવાસન સ્થળ છે. જોકે અહીં આપને અન્ય દરિયા કિનારાની માફક તમામ સુવિધાઓ નહીં મળી રહે. આપ જો પિકનીક મનાવવાનું અહીં વિચારી રહ્યા હોવ તો ચોક્કસ આવો પરંતુ તમામ ખાવાપીવાની સામગ્રી સાથે જ લઇને આવજો.

કેવી રીતે આવશો:
સડક માર્ગ: જુનાગઢથી સોમનાથ 79 કિમી અને ચોરવાડથી 25 કિમીના અંતરે આવેલું છે. આપને રાજ્યની ટ્રાંસપોર્ટ સર્વિસની બસો અને અન્ય લક્ઝરી સોમનાથ આવવા ગુજરાતના દરેક મોટા શહેરોમાંથી મળી રહેશે.

રેલવે માર્ગ: સોમનાથથી માત્ર 6 કિમીના અંતરે વેરાવળ રેલવે સ્ટેશન આવેલું છે.

ચોરડાવના દરિયા કિનારાને જુઓ તસવીરોમાં...

ચોરવાડનો દરિયા કિનારો

ચોરવાડનો દરિયા કિનારો

ચોરવાડ સમુદ્ર કિનારો એ ભારતના પશ્ચિમ કાંઠે આવેલ એક રમણીય સમુદ્ર કિનારો છે. તે જૂનાગઢ શહેરથી 66 કિમી દૂર આવેલ છે.

ચોરવાડનો દરિયા કિનારો

ચોરવાડનો દરિયા કિનારો

ચોરવાડ સ્થાનીય તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષે છે. આ સમુદ્રકિનારે પથ્થર અને શિલાઓ આવેલ છે. અને અહીં રોમાંચક વહાણ સવારી ઉપલબ્ધ છે.

તરવા માટે અસુરક્ષિત છે

તરવા માટે અસુરક્ષિત છે

આ દરિયા કિનારો તરવા માટે અસુરક્ષિત છે પરંતુ તે ચોખ્ખો, રમણિય અને મનની શાંતિ માટે સુંદર પ્રવાસન સ્થળ છે.

જુનાગઢના નવાબનું શાહી સ્થળ

જુનાગઢના નવાબનું શાહી સ્થળ

આ દરિયા કિનારો એક સમયે જુનાગઢના નવાબનું શાહી સ્થળ હતું. આજે રાજ્યમાં તેનો વિધ્વંસ થઇ ચૂક્યું છે.

સુવિધા રહિત

સુવિધા રહિત

જોકે અહીં આપને અન્ય દરિયા કિનારાની માફક તમામ સુવિધાઓ નહીં મળી રહે.

પિકનીક માટે છે ઉત્તમ

પિકનીક માટે છે ઉત્તમ

આપ જો પિકનીક મનાવવાનું અહીં વિચારી રહ્યા હોવ તો ચોક્કસ આવો પરંતુ તમામ ખાવાપીવાની સામગ્રી સાથે જ લઇને આવજો.

કેવી રીતે આવશો:

કેવી રીતે આવશો:

સડક માર્ગ: જુનાગઢથી સોમનાથ 79 કિમી અને ચોરવાડથી 25 કિમીના અંતરે આવેલું છે. આપને રાજ્યની ટ્રાંસપોર્ટ સર્વિસની બસો અને અન્ય લક્ઝરી સોમનાથ આવવા ગુજરાતના દરેક મોટા શહેરોમાંથી મળી રહેશે.

રેલવે માર્ગ: સોમનાથથી માત્ર 6 કિમીના અંતરે વેરાવળ રેલવે સ્ટેશન આવેલું છે.

આંધ્ર પ્રદેશના સુંદર દરિયા કાંઠાઓની તસવીરી ટૂર

આંધ્ર પ્રદેશના સુંદર દરિયા કાંઠાઓની તસવીરી ટૂર

આંધ્ર પ્રદેશના સુંદર દરિયા કાંઠાઓની તસવીરી ટૂર, ક્લિક કરો..

English summary
Chorwad beach was once home to the royal palace of the Nawab of Junagadh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X