For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક સાંસ્કૃતિક સ્મરણ કરાવતું શહેર, પન્હાલા

|
Google Oneindia Gujarati News

પન્હાલા એક અનોખુ હિલ સ્ટેશન છે, જે મહારાષ્ટ્ર રાજ્યના કોલ્હાપુર જિલ્લામાં સ્થિત છે. આ સમુદ્ર ધરતીથી લગભગ 3200 ફૂટની ઉંચાઇ પર છે અને આ રાજ્યનું સૌથી નાનું શહેર હોવાનો શ્રેય તેને પ્રાપ્ત છે. પન્હાલાનો ઇતિહાસ આપણને મરાઠા સામ્રાજ્યના પ્રતિષ્ઠિત શાસક મહાન શિવાજી મહારાજના નેતૃત્વના સમયમાં લઇ જાય છે. આ સ્થળ એટલા માટે પ્રસિદ્ધ છે, કારણ કે શિવાજીએ અહીં માત્ર 500 દિવસ વિતાવ્યા હતા. બાદમાં 1827માં પન્હાલા બ્રિટિશ લોકોને આધઇન થઇ ગયું હતું.

પન્હાલા કિલ્લો એક આકર્ષક પ્રવાસન સ્થળ છે. સજા કોઠી-જેનો અર્થ થાય છે, સજા આપવાનો રૂમ. કિલ્લાનો સૌથી જટિલ છે, જ્યાં શિવાજી મહત્વપૂર્ણ રીતે બચીને નીકળે છે. પ્રવેશ સ્થાન પર ત્રણ દરવાજા છે, માત્ર ત્રણ ગેટ જ્યાંથી આ રાજસી મહેલમાં પ્રવેશ કરી શકાય છે. આ પ્રવેશ દ્વારની દિવાલો મોટી, ડબલ અને ઉંચી છે.

આ એ જ ગેટ છે, જ્યાંથી બ્રિટિશ લોકોએ કિલ્લા પર કબજો કરતા પહેલા પ્રવેશ કર્યો હતો. અંબરખાના એક અન્ય કિલ્લો છે, જે જૂના સમયમાં અન્ન ભંડાર સમાન હતો. બાજૂમાં સ્થિત સોમેશ્વર મંદિર અતીતની ધાર્મિક મહિમાનું ઉદાહરણ છે. ટ્રેકિંગ માટે પન્હાલા એક આદર્શ સ્થળ છે. શાંતિપૂર્ણ, પ્રદૂષણ મુક્ત અને સુંદર વાતાવરણના કારણે આ એક આકર્ષક સ્થળ છે અને કોંક્રીટના જંગલોથી બચવા માટે પન્હાલા એક આકર્ષક સ્થાન છે.

અહીં મળી આવતા કિલોંના કારણે પન્હાલાનું હિલ સ્ટેશન ટ્રેકિંગ માટે આદર્શ છે અને અહીં અનેક પ્રકારના ટ્રેકિંગની ગતિવિધિઓ પણ થાય છે. પ્રકૃતિ પ્રેમીઓને ભવ્ય પન્હાલા ઘાટીનું સુંદર દ્રશ્ય લલચાવે છે. આ સ્થળ શાંતિપૂર્ણ છે. તો ચાલો તસવીરો થકી જોએ પન્હાલાને.

કોતરણી કરેલા સ્તંભ

કોતરણી કરેલા સ્તંભ

સજ્જા કોઠીમાં કોતરણી કરેલા સ્તંભ

અમ્બરકાના ફોર્ટ

અમ્બરકાના ફોર્ટ

પન્હાલામાં આવેલો અમ્બરખાના ફોર્ટ

કોતરણી કરેલા સ્ટોન્સ

કોતરણી કરેલા સ્ટોન્સ

પન્હાલામાં આવેલા ત્રણ દરવાજામાં કોતરણી કરેલા પથ્થરો

સ્પષ્ટ વ્યૂ

સ્પષ્ટ વ્યૂ

ત્રણ દરવાજાનો સ્પષ્ટ વ્યૂ

પન્હાલા કિલ્લો

પન્હાલા કિલ્લો

પન્હાલા કિલ્લાની દૂરથી લેવામાં આવેલી તસવીર

English summary
The quaint city of Panhala is a major hill station located in the district of Kolhapur, within the state of Maharashtra. It is based at an elevation of about 3200 feet above sea level and is credited as the smallest city in the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X