For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદનું એક ઐતિહાસિક નજરાણું અડાલજની વાવ

|
Google Oneindia Gujarati News

ભારતમાં જ્યારે ફરવાની વાત આવે ત્યારે દેશ-દુનિયાના લોકોની નજર પહેલા ગુજરાત પર જ પડે છે. આજે અમે આપને અમારા આ લેખમાં અમદાવાદનો પ્રવાસ કરાવાના લઇ જવાના છીએ. આપણા આ પ્રવાસની યાત્રા શરૂ કરીએ અમદાવાદમાં આવેલ અડાલજની વાવથી.

અડાલજની વાવ ગુજરાતનાં અમદાવાદ પાસેથી પસાર થતાં સરખેજ-ગાંધીનગર ધોરીમાર્ગ ઉપર ગાંધીનગર જિલ્લાનાં અડાલજ ગામમાં આવેલી છે.

અડાલજ ગામની સીમમાં ઇ.સ. ૧૪૯૯ના વર્ષમાં વીરસંગ વાધેલાની પત્ની રાણી રૂડીબાઇ માટે રાજા મોહમ્મદ બેગડાએ વાવનું નિર્માણ કરાવ્યું હતું. તેથી આ વાવ અડાલજની વાવ અથવા રૂડીબાઇની વાવથી પ્રચલિત થઇ. આ વાવનાં નિર્માણમાં તે સમયના અંદાજે ૫ લાખ રુપિયાનો ખર્ચ થયો હતો. આ વાવના સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાના દીકરા મારન હતા.

અહીં કેવી રીતે પહોંચશો:
માર્ગ દ્વારા: ગુજરાતમાં માર્ગોનું સારું એવું વિકસિત નેટવર્ક છે. અમદાવાદના માર્ગો દરેક મુખ્ય શહેરો અને તાલુકાઓ સાથે સારી રીતે જોડાયેલા છે. જાણીતા બસ સ્ટોપ કાલુપુર રેલ્વે સ્ટેશન નજીક ગીતામંદિર અને પાલડી ખાતે આવેલા છે. નિયમિત બસ સેવાઓ રાજ્યના તમામ મુખ્ય સ્થળોએ ગુજરાત રાજ્ય પરિવહન બસો અને ખાનગી સંચાલકો દ્વારા ઉપલબ્ધ છે.

રેલ માર્ગેઃ અમદાવાદનું મુખ્ય રેલ્વે સ્ટેશન કાલુપુર વિસ્તારમાં આવેલું છે. આ સ્ટેશનનો મુખ્ય રાષ્ટ્રીય રેલ્વે સર્કીટ હેઠળ આવે છે અને ભારતના તમામ મોટા શહેરો સાથે જોડાયેલું છે. દુર-સુદુરથી સરળતાથી અહીં પહોંચી શકાય છે.

હવાઈ ​​માર્ગેઃ અમદાવાદ ખાતે આવેલું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ યુએસએ, યુકે, સિંગાપુર, દુબઇ અને અન્ય આંતરાષ્ટ્રીય મુખ્યકેન્દ્રો પર સીધી ફ્લાઈટો સાથેનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક છે.

અડાલજની વાવનો રસપ્રદ ઇતિહાસ વાંચો સ્લાઇડરમાં...

વાવનો ઇતિહાસ:

વાવનો ઇતિહાસ:

અડાલજ ગામની સીમમાં ઇ.સ. ૧૪૯૯ના વર્ષમાં વીરસંગ વાધેલાની પત્ની રાણી રૂડીબાઇ માટે રાજા મોહમ્મદ બેગડાએ વાવનું નિર્માણ કરાવ્યું હતું. તેથી આ વાવ અડાલજની વાવ અથવા રૂડીબાઇની વાવથી પ્રચલિત થઇ. આ વાવનાં નિર્માણમાં તે સમયના અંદાજે ૫ લાખ રુપિયાનો ખર્ચ થયો હતો. આ વાવના સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાના દીકરા મારન હતા.

વાવનું સ્થાપત્ય

વાવનું સ્થાપત્ય

આ વાવ ચુના પથ્થરથી નિર્મિત હિંદુ-મુસ્લિમ સ્થાપત્યકળાનો એક ઉત્કૃષ્ઠ નમુનો છે. આ વાવ પાંચ માળ ઊંડી છે. આ વાવ ત્રણ મુખ્ય પ્રવેશદ્વાર ધરાવતી હોવાથી શાસ્ત્રો મુજબના વર્ગીકરણ પ્રમાણે "જયા" પ્રકારની ગણાય છે.

વાવનું સ્થાપત્ય

વાવનું સ્થાપત્ય

ઉત્તર દક્ષિણ ધરી પર ગોઠવાયેલી આ વાવની કુલ લંબાઇ ૨૫૧ ફૂટ છે, જ્યારે ઉત્તર દિશામાં આવેલા કૂવાની ઊંડાઇ ૫૦ ફૂટ જેટલી છે. પાંચ માળની આ ઇમારત જમીનમાંનાં પાણીના પ્રથમ ઝરણા સુધી બનાવવામાં આવી છે. જેના દ્વારા ગરમ અને સૂકા પ્રદેશમાં પાણીનું બાષ્પીભવન થયા વગર પાણી મળતું રહે. પાણીની અછતવાળા પ્રદેશમાં અતિ ઉપયોગી એવા આ પ્રકારનાં સ્થાપત્ય વિશ્વમાં માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ જોવા મળે છે.

અડાલજની વાવની રસપ્રદ વાતો

અડાલજની વાવની રસપ્રદ વાતો

વાવમાં પગથિયાં દ્વારા ૫૦ ફૂટ ઊંડા પાણીના કૂવા સુધી પહોંચાય છે, જ્યારે પશુને પાવા માટે તથા સિંચાઇને લગતા પાણી માટે ૧૭ ફૂટ વ્યાસના ગોળ કૂવામાંથી ગરગડી દ્વારા પાણી ખેંચી શકાય તેવી વ્યવસ્થા છે. પગથિયાનાં કૂવાની ફરતે ગેલેરી સ્વરૂપે પથ્થરના ચોતરાઓ અને બેઠકો વિસામા માટે રચવામાં આવી છે.

અડાલજની વાવની રસપ્રદ વાતો

અડાલજની વાવની રસપ્રદ વાતો

શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ આ વાવ અનેરૂં મહત્ત્વ ધરાવે છે અને ભારત સરકાર દ્વારા તેને સુરક્ષિત સ્થળ ઘોષિત કરવામાં આવી છે.

વાવનું ધાર્મિક મહત્વ

વાવનું ધાર્મિક મહત્વ

ઇજનેરી કૌશલ્ય ઉપરાંત આધ્યાત્મિક ભાવ ઉપજાવતી આ વાવ પર માતાજીનું સ્થાનક સ્થાપિત છે. જેમાં પૃથ્વીના ગર્ભમાં જવાના ભાવરૂપે વાવનાં ગોખમાંની માતાજી, ત્રિશૂળ, વાઘ, ગાગર વગેરે અને છેક છેવાડેના કૂવાની દીવાલ પરનું ગણેશજીનું શિલ્પ દેખાય છે, જે પવિત્રયાત્રાનો શુભારંભ સૂચવે છે. આવી આધ્યાત્મિક ભાવના સાથે કેટલાય કુટુંબમાં નવ દંપતિને ફળદ્રુપતાના આશીર્વાદ લેવા વાવમાં દર્શન અર્થે લાવવામાં આવે છે.

વાવનો ઇતિહાસ

વાવનો ઇતિહાસ

અડાલજ ગામની સીમમાં ઇ.સ. ૧૪૯૯ના વર્ષમાં વીરસંગ વાધેલાની પત્ની રાણી રૂડીબાઇ માટે રાજા મોહમ્મદ બેગડાએ વાવનું નિર્માણ કરાવ્યું હતું. તેથી આ વાવ અડાલજની વાવ અથવા રૂડીબાઇની વાવથી પ્રચલિત થઇ. આ વાવનાં નિર્માણમાં તે સમયના અંદાજે ૫ લાખ રુપિયાનો ખર્ચ થયો હતો. આ વાવના સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાના દીકરા મારન હતા.

અહીં કેવી રીતે પહોંચશો:

અહીં કેવી રીતે પહોંચશો:

માર્ગ દ્વારા: ગુજરાતમાં માર્ગોનું સારું એવું વિકસિત નેટવર્ક છે. અમદાવાદના માર્ગો દરેક મુખ્ય શહેરો અને તાલુકાઓ સાથે સારી રીતે જોડાયેલા છે. જાણીતા બસ સ્ટોપ કાલુપુર રેલ્વે સ્ટેશન નજીક ગીતામંદિર અને પાલડી ખાતે આવેલા છે. નિયમિત બસ સેવાઓ રાજ્યના તમામ મુખ્ય સ્થળોએ ગુજરાત રાજ્ય પરિવહન બસો અને ખાનગી સંચાલકો દ્વારા ઉપલબ્ધ છે.

રેલ માર્ગેઃ અમદાવાદનું મુખ્ય રેલ્વે સ્ટેશન કાલુપુર વિસ્તારમાં આવેલું છે. આ સ્ટેશનનો મુખ્ય રાષ્ટ્રીય રેલ્વે સર્કીટ હેઠળ આવે છે અને ભારતના તમામ મોટા શહેરો સાથે જોડાયેલું છે. દુર-સુદુરથી સરળતાથી અહીં પહોંચી શકાય છે.

હવાઈ ​​માર્ગેઃ અમદાવાદ ખાતે આવેલું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ યુએસએ, યુકે, સિંગાપુર, દુબઇ અને અન્ય આંતરાષ્ટ્રીય મુખ્યકેન્દ્રો પર સીધી ફ્લાઈટો સાથેનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક છે.

English summary
Know history about Ahmedabad's adalaj stepwell.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X