For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટૂરિસ્ટ બનતા પહેલા આ કોડ વર્ડ ચોક્કસ જાણી લેજો, નહીંતર છેતરાઇ જશો!

|
Google Oneindia Gujarati News

જો આપને રમણીય અને ઐતિહાસિક સ્થળોએ પ્રવાસ કરવાનો શોખ હોય, તો આ માહિતી આપને ચોક્કસ મદદરૂપ થશે. આપ એ વિચારી રહ્યા હશો કે આપને અમે કોઇ સારા પ્રવાસન સ્થળ અંગેની માહિતી આપવાના છીએ પરંતુ નહીં આજે અમે આપને એવા કોડ વર્ડ અંગેથી માહિતગાર કરીશું જે આપને પ્રવાસન દરમિયાન છેતરાવાથી બચાવી શકે છે.

હા, દેશના દરેક ખૂણામાં આવેલા પ્રવાસન સ્થળો પર એવા અસામાજિક તત્વો આવેલા છે જે આપને એવી રીતે ઉલ્લુ બનાવી દેશે જેની આપને ખબર સુધ્ધા પણ નહીં પડે. તેઓ તેમના કોડવર્ડથી તમને ખુલ્લી આંખે છેતરી શકે છે. આ લોકો તમારી આંખ સામે એવા કોડ વર્ડથી આપને છેતરવાનું નક્કી કરશે અને આપને તેનો અણસાર પણ નહીં આવે.

પરંતુ આ માહિતીથી અવગત થયા બાદ આપ પણ 'લપકો'(પ્રવાસીઓને લૂંટનાર નકલી ગાઇડ)ને પકડી શકો છો અને ઠગનારાઓથી પણ બચી શકો છો. હાલમાં જ જયપુર પોલીસે 'લપકો'થી નિપટવા માટે તેમના નવા કોડવર્ડની ડિક્સનરી તૈયારી કરી છે.

આવો નજર કરીએ કોડ વર્ડ પર...

આ રહ્યા કોડ વર્ડ

આ રહ્યા કોડ વર્ડ

શબ્દ- ચૌખટ (સારી), સુગમ ચૌખટ(ખૂબ જ સારી), પતિયા(બેકાર), સુગમ પતિયા(ખૂબ જ બેકાર), પતિયા વિલે(પોલીસ), ટક્કડમાં પતિયા(જલ્દી ભાગી જા), ઠૌલા-ઠૌલી(છોકરા-છોકરી), સિયાટાલી(ખરાબ છોકરા-છોકરા છોકરી), ડી(ડ્રાઇવર), પી(પાર્ટી), ચાલી(પ્રવાસીને સેટ કરવો), કટ આઉટ(ગાઇડ સાથ હોવા પર), સુનપડ(ચુપ રેહ), કાર્ડ ઘિસ ગયા(શોપિંગ કરાવી દેવા પર) વગરેનો ઉપયોગમાં લેવામાં આવે છે.

રૂપિયાના કોડ વર્ડ

રૂપિયાના કોડ વર્ડ

50-ટાલી, 100-સિયાસો, 200- સ્વાનસૌ, 300- ઇક બાઇસો, 400 -ફોક સૌ, 500- ગુત સૌ, 600-ઠોક સૌ, 700-પેચ સૌ, 800- ડબલ ફોક સૌ, 900 કૌન સૌ, 1000- સિયા લમતડ.

બચાવના ઉપાય

બચાવના ઉપાય

મેપના આધાર પર સીધા ઐતિહાસિક સ્થળ પર પહોંચો. ગાઇડનું લાયસન્સ ચોક્કસ જુઓ. રોકાવાના સ્થળોની ઓનલાઇન બુકિંગ કરાવો. ટેગ લાગેલી વસ્તુઓની જ ખરીદદારી કરો. મુશ્કેલી પડતા કે કોઇ સમસ્યા આવતા તુરંત પોલીસને ફોન કરો.

પોલીસનું કડક વલણ

પોલીસનું કડક વલણ

પ્રવાસન પોલીસ સ્ટેશન પ્રભારી અંતિમ શર્માએ જણાવ્યું કે 'લપકે' સમય-સમય પર પોતાનું કોડ વર્ડ બદલી લે છે. સિવિલ ડ્રેસમાં પોલીસકર્મી તેમની દરેક પ્રક્રિયાઓ પર નજર રાખે છે.

ભારતીય હોવાનું ગૌરવ

ભારતીય હોવાનું ગૌરવ

આ 10 ઐતિહાસિક સ્મારક જોઇને આપને ભારતીય હોવાનું ગૌરવ થશે, વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

પ્રવાસનના આ ખજાના તરફ પણ કરો એક નજર...

  • આગરાને નિહાળો એક્સક્લૂઝિવ તસવીરોમાં...
  • આ 10 ઐતિહાસિક સ્મારક જોઇને આપને ભારતીય હોવાનું ગૌરવ થશે
  • જુઓ ભારતના ટોપ 35 હિલ સ્ટેશન અને Make Your Trip...

English summary
Tourists should know this code words to save self while traveling. Code words of fake guides released by Police.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X